car accident

'મોબાઈલમાં ખોવાયેલી' યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી, બંનેના મોત, CCTVમાં ઘટના કેદ

28 વર્ષની આ યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી.  

Apr 8, 2021, 11:57 AM IST

ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ, કાર અકસ્માતમાં 2 વર્ષના માસૂમ બાળક સહિત બેના મોત

ધુળેટીના ઉત્સવ (Dhuleti Festival) પર સુરતમાં કાર અકસ્માત સર્જાતા એક પરિવારમાં માતમ છવાયો છે. ગત રાત્રીએ સુરતના ટકારા ગામે કાર અકસ્માત (Car Accident) સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે

Mar 29, 2021, 03:58 PM IST

જન્મદિવસના એક દિવસ પહેલા જ યુવકનું મોત, કાર અકસ્માત બાદ આગમાં જીવતો ભુંજાયો

બાયડ- દેહગામ રોડ પર કાર અકસ્માત (Car Accident) સર્જાયો છે. દેહગામના (Dahegam) સોલંકીપુરા પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં કારમાં આગ લાગી હતી

Mar 17, 2021, 08:56 PM IST

સુરતમાં વિચિત્ર અકસ્માત, નાનો અમથો ભુવો બન્યો યુવકના મોતનું કારણ

સુરતમાં અજીબોગરીબ અકસ્માત સર્જાયો છે. એક નાનકડો અમથો ભૂવો એક યુવકના મોતનું કારણ બન્યુ છે. કોઈ વિચારી ન શકે તેવો આ અકસ્માત (accident) સર્જાયો હતો. એક નાનકડા ખાડાને કારણે કાર અને બાઈક વચ્ચે એવી જોરદાર ટક્કર સર્જાઈ હતી કે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું. 

Mar 7, 2021, 02:28 PM IST

અમદાવાદ-ભાવનગર હાઈવે બન્યો લોહિયાળ, તેલંગાણા પાસિંગની કાર અકસ્માતમાં 2 ના મોત

  • ટ્રક અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તેલંગાણાની કાર સાથે તેની ટક્કર થઈ
  • પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી

Jan 24, 2021, 11:23 AM IST

મોરબીમાં પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતા ઝડપાયા, કાર પલ્ટી મારતા ભાંડો ફૂટ્યો

ગુજરાતમાં દારૂબંધી (Gujarat Alcohol Prohibition) છે. જો કે, અવારનવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની બોટલ કે જથ્થા સાથે પોલીસ કર્મીઓ (Police Personnel) પકડાંતા હયો છે તે હક્કિત છે. ત્યારે આજે મોરબીના (Morbi) જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવર બ્રિજ નજીક વહેલી સવારે એક સ્કોર્પિયો કાર (Scorpio Car) પસાર થઈ રહી હતી

Jan 20, 2021, 06:58 PM IST

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, એક પાછળ એક 20થી 25 ગાડીઓ અથડાઈ, જુઓ Pics...

હાઈવે પર લોકો 100ની સ્પીડ પર ગાડી ચલાવે છે. ત્યારે અત્યારે લોકોને 25થી 30ની સ્પીડ પર ગાડી ચલાવવાની ફરજ પડી રહી છે. હાઈવે પર ઘુમ્મસ હોવાના કારણે 100 ફૂટ દૂરનું દ્રશ્ય પણ હાલ સ્વચ્છ રીતે દેખાતું નથી

Jan 18, 2021, 11:08 AM IST

રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં નીકળેલી કારે બાઈકને ટક્કર મારી, 50 ફૂટ સુધી ચાલકને ઢસડ્યો

  • ટક્કર થયા બાદ પણ કાર ચાલક અટક્યો ન હતો.
  • કારચાલકે આગળ વધીને બાઈકને ધસડી હતી.
  • લગભગ 50 ફૂટ સુધી કારચાલકે બાઈકને ધસડી હતી

Jan 17, 2021, 04:33 PM IST

પેટલાદ: ટ્રેકટરની ટ્રોલીમાં કારનો કચ્ચરઘાણ, એકનું ઘટના સ્થળે જ મોત, 2ની સ્થિતી ગંભીર

પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક કાશીયાપુરા નજીક એક ટ્રેક્ટરની ટ્રોલીમાં સેન્ટ્રો કાર ઘુસી ગઇ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ની ટીમે સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ દરમિયાન 108 ટીમના પાયલોટ અને સ્ટાફને મળેલી 90 હજારની રકમ ઘવાયેલા યુવકોનાં પરિવારને પરત કરી હતી. 

Jan 16, 2021, 08:44 PM IST

Karnataka: કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકની કારનો થયો અકસ્માત, પત્ની અને PAનું મોત

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક (Shripad Naik)ની કારનો એક્સીડેન્ટ (Car Accident) થયો છે. આ અકસ્માત કર્ણાટક (Karnataka)ના કન્નડ જિલ્લામાં થયો છે. અકસ્માતના સમયે તે પોતાના પરિવારના 6 સભ્યો સાથે અંકોલા મંદિરમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં નાઇકને ઇજા પહોંચી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીની પત્ની અને પીએનું મોત નિપજ્યું છે. 

Jan 11, 2021, 11:01 PM IST

જામનગરમાં કાર-રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, દંપતીનું ઓન ધી સ્પોટ મોત

જામનગરના ઠેબા ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હતો. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો અન્ય છ વ્યકિતઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આખી રીક્ષાનું પડીકુ વળી ગયું હતું. 

Jan 7, 2021, 03:02 PM IST

બારમણનો પરિવાર ચોટીલા દર્શને પહોંચે તે પહેલા જ અકસ્માત નડ્યો, ગાડી ચલાવનાર સદસ્યનું મોત

ઠંડીનો અકસ્માતોનો દોર ચાલુ જ છે. ત્યારે અમરેલીમાં ચોટીલા દર્શન કરવા જતા પરિવારને ખાંભા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. 

Jan 5, 2021, 10:52 AM IST

નવસારી અકસ્માત: ટાયર ફાટતાં ફંગોળાઈને કાર અન્ય કાર સાથે ટકરાઈ, એકનું મોત; ત્રણને ઈજા

નેશનલ હાઇવે 48 પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ચીખલીના આલીપોર નજીક સર્જાયો હતો. વલસાડથી સુરત જતી હોન્ડાસીટી કારનું ટાયર ફાટી જતા કાર ફંગોળાઈ રોડ ક્રોસ કરીને સામેની બાજુ મુંબઇ જતા ટ્રેક પર પહોંચી ગઈ હતી. તે દરમિયાન સામેથી આવતી આઇ-10 કાર સાથે હોન્ડાસીટી ટક્કરાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

Dec 30, 2020, 05:41 PM IST

કાળમુખો બુધવાર: રાજ્યમાં એક જ દિવસમાં 9 અકસ્માતમાં 21ના મોત, 46 લોકો ઇજાગ્રસ્ત

આજના દિવસે કુલ અકસ્માતની 9 ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ 21 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 46 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો હતો.

Nov 18, 2020, 08:51 PM IST

સુરેન્દ્રનગરના લખતર રોડ પર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ કાર, 4ના કમકમાટીભર્યા મોત

  • અકસ્માત વિશે સ્થાનિકોએ જણાવ્યું કે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી.
  • તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Nov 18, 2020, 08:50 AM IST

સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારનો અકસ્માત, પતિ-પત્નીનું મોત; બાળકીનો આબાદ બચાવ

સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે ભરૂતની ફેમેલીની કારનો અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે. જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો છે

Oct 12, 2020, 11:01 AM IST

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને નડ્યો અકસ્માત, બેના મોત અને બેને ગંભીર ઈજા

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને અકસ્માત નડ્યો છે. રોટ્સનથી ડરબન જતા સમયે આ યુવાનોની કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે

Sep 28, 2020, 01:50 PM IST

રાજકોટ કાકાને ગાડીની બ્રેકના બદલે એક્સલેટર પર પગ મુકી દેતા બાળકીનું મોત

રાજકોટમાં 2 અલગ અલગ સ્થળોએ અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. રાજકોટમાં વિનાયક વાટીકામાં રહેતો પુત્ર દર્શન પરમાર (ઉ.વ 17) સવારે માધાપર ચોકરી પાસે તેના પિતા રાજેશ પરમારને મુકવા માટે આવ્યો હતો. તે સમયે ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા પિતાની નજર સામે જ પુત્ર દર્શનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ કુંકાવાના બાટવા દેવાળીમાં કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા સામેથી આવી રહેલી 5 વર્ષની ભત્રીજી કચડાઇ ગઇ હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Jul 25, 2020, 07:06 PM IST

PHOTOS: સુરતમાં દારૂ ભરેલી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, લોકોની દારૂની લૂંટ ચલાવી

માનવ જીવન કરતા દારૂની કિંમત વધારે છે. દારૂ ભરેલી એક ગાડી સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. ગાડી સુરતના માંગરોળ પાસે ટ્રકમાં ઠોકાઇ હતી. ગાડીમાંથી દારૂની બોટલો ભરેલી હતી. અકસ્માત બાદ લોકોએ ગાડીના ડ્રાઇવરનાં બચાવવાને બદલે દારૂની લૂંટ ચલાવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નેશનલ હાઇવે 48 પર પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારનો અકસ્માત ટ્રક સાથે થયો હતો. પુરપાટ ઝડપે ખટારા પાછળ ઘુસી ગઇ હતી. 

Jul 23, 2020, 10:12 PM IST