કાર અકસ્માત

Police Arrived At MLA Shailesh Parmar's House PT29M42S

ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી પોલીસ, જુઓ વીડિયો

ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સરવાર દરમિયાન પ્રફુલ પટેલનું મોત નિપજ્યું હતું. જેને લઇને હાલ પોલીસ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘરે પહોંચી હતી.

Dec 3, 2019, 05:50 PM IST
Victim Family Alleged To Car Was Drive By MLA Shailesh Parmar's Son PT26M14S

કાર MLA શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો: પીડિત પરિવારનો આક્ષેપ

ગઈકાલે રાત્રે અમદાવાદ (Ahmedabad) ના મેમનગર વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) ની ગાડીથી પ્રફુલ પટેલ નામના શખ્સનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારના મોભીનું મોત થયા બાદ પટેલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની પત્ની પતિના મોત બાદ વિપાલ કરી રહ્યા છે કે, હવે તેમનો પરિવાર કેવી રીતે ચાલશે. ત્યા બીજી તરફ, ધારાસભ્ય શૈલેષ પરમારે 12 કલાક વિત્યા બાદ પણ પીડિત પરિવારને મળવામાં માનવતા દાખવી નથી. મોડી રાત્રે પૂરી ઝડપે આવતી ધારાસભ્યની ઈનોવા કારે એક્ટિવા ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

Dec 3, 2019, 03:55 PM IST
Memnagar Hit And Run Case: ZEE 24 KALAK Talk With Shailesh Parmar PT11M12S

મેં નહીં મારા ડ્રાઇવરે મારી ટક્કર: MLA શૈલેષ પરમાર

અમદાવાદના મેમનગર હિટ એન્ડ રન મામલે ધારાસભ્ય શૈલેષ પરમારની કારે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલક લાલાભાઈ ધારાસભ્ય શૈલેષ પરમારનો ડ્રાઇવર છે. અકસ્માત બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. ત્યારે ઘટનાને દુઃખદ ગણાવતા શૈલેષ પરમાર મૃતકના પરિવારને મળશે. તો બીજી તરફ શૈલેષ પરમારે પોલીસ કાર્યવાહીમાં સહકાર આપવાનું જણાવ્યું હતું.

Dec 3, 2019, 02:25 PM IST
One Died In Accident Between Car And Active In Ahmedabad PT11M5S

દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારની કાર અડફેટે એકનું મોત, ડ્રાઈવર ફરાર

ગઈકાલે રાત્રે ત્રણ ચાર કલાકમાં જ શહેરમાં 2 હિટ એન્ડ રન (Hit and Run) ના બે કેસો બન્યા છે. જેમાં મેમનગરમાં એક ઇનોવા કારે એક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું. તેના ગણતરીના કલાકો બાદ મોડી રાત્રે 11 વાગે ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Dec 3, 2019, 09:50 AM IST
Two Accident In Ahmedabda, Car Driver Crushed Three Peopel PT3M

અમદાવાદમાં એક રાત્રીમાં બે અકસ્માત, કાર ચાલકે ત્રણ શ્રમિકોને કચડ્યા

ઇસનપુર વિસ્તારમાં એક કાર ચાલકે ગોવિંદ વાડી પાસે એક સોસાયટીની બહાર રોડ પર સુઈ રહેલા ત્રણ મજુરો પર કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચતા તમામને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Dec 3, 2019, 09:50 AM IST

યમુના એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઇ કાર, 2ના મોત

યૂપીના મથુરાના પોલીસ મહાવન વિસ્તારમાં સોમવારે રાત્રે યમુના એક્સપ્રેસ-વે (Yamuna Expressway) પર ભીષણ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. એક્સપ્રેસ-વે પર માઇલ સ્ટોન-119 પાસે ઉભેલા ટ્રમાં પાછળથી કાર ઘૂસી ગઇ હતી.

Dec 3, 2019, 09:03 AM IST
100 Gaam 100 Khabar 03 December 2019 PT22M54S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો.

Dec 3, 2019, 08:50 AM IST
3 Killed In Car Accident In Amreli PT3M19S

અમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત

અમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત

Dec 2, 2019, 03:45 PM IST

MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત

હોશંગાબાદમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયરના મોત થયાના સમાચાર સામે આવ્યા છે

Oct 14, 2019, 10:42 AM IST

ઉન્નાવ રેપ કેસ: CBI કોર્ટમાં હાજર થશે કાર અકસ્માતના આરોપી ટ્રક ડ્રાઇવર-ક્લીનર

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં શુક્રવાર (2 ઓગસ્ટ)ના કડક સુરક્ષા વચ્ચે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને લખનઉની સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવશે

Aug 2, 2019, 11:04 AM IST
Mumbai Triple Accident Near Sayan PT47S

મુંબઇ: સાયન પાસે ત્રિપલ કારનો અકસ્માત, 8ને ગંભીર ઇજા

મુંબઇમાં સતત ખાબકી રહેલા મૂશળાધાર વરસાદના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિયોનમાં ત્રણ કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત ભારે વરસાદના લીધે લો વિજિબિલીટીના લીધે સર્જાયો હતો.

Jul 24, 2019, 09:55 AM IST

લંડનમાં એક કાર અકસ્માતમાં ડ્રાઇવરના મોતને લઇને ભારતીય મહિલાને જેલ

દક્ષિણ પૂર્વ ઇગ્લેન્ડમાં પોતાના બાળકો સાથે કાર ડ્રાઇવ કરતા સમયે ઝોકું આવતા ઓક્સફોર્ડશાયરમાં એક દૂર્ઘટનામાં અન્ય ડ્રાઇવરના મોતના ગુનામાં મૂળ ભારતીય એક મહિલાને જેલ મોકલવામાં આવી છે.

Jun 16, 2019, 11:25 AM IST

નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

May 10, 2019, 02:32 PM IST

મોરબીના માળિયા નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં 6ના ઘટનાસ્થળે મોત

અમદાવાદથી કચ્છ તરફ જતી કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી કાર ઉપર પડતાં સર્જાયો અકસ્માત 
 

Apr 26, 2019, 07:41 PM IST

સુરત: દારૂના નશામાં કાર ચાલકે ત્રણ વ્યક્તિને લીધા અડફેટે, લોકોએ કર્યો પથ્થરમારો

શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે ત્રણથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિની હાલત વધું ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માતની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કાર પર પથ્થરમારો કર્યો હતો.

Apr 12, 2019, 10:04 AM IST

સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત

સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

Apr 2, 2019, 08:34 AM IST
Car Accident On Sojitra Road At Anand PT33S

સોજિત્રા રોડ પર ખતરનાક અકસ્માત, જુઓ CCTV ફૂટેજ

આણંદના સોજીત્રા રોડ પર 4 દિવસ પહેલા એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ડીવાઇડર સાથે અથડાયા બાદ ફંગોળાઇને દૂર જતા આગા લાગી હતી. આગમાં કાર ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Mar 13, 2019, 05:05 PM IST

હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર

હાર્દિક પટેલની કારે રાજકોટ-ચોટીલા હાઇવે પર એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જ્યારે બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બાઇક સવારને સારવાર અર્થે રાજકોટ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યો છે.

Mar 8, 2019, 09:02 AM IST

અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત: ટ્રકની પાછળ બાઇક અને કાર ઘૂસી, ત્રણના મોત

નારોલ લાંભા રોડ પર મોડી રાત્રે ટ્રક, બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળના ભાગમાં એક એક્ટિવા ઘૂસી ગઇ હતી ત્યારબાદ પાઠળથી આવી રહેલી સ્વીફટ કાર પણ ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો.

Mar 1, 2019, 08:37 AM IST

મોડાસા હાઇવે પર નવસારીના જૈન પરિવારનો અકસ્માત, એકનું મોત

મોડાસા પાસે હાઇવે પર નીલ ગાય સામે આવી જતા કાર પલટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિને ઘાયલ થયો છે. આ સાથે કારની ટક્કરે નીલગાયનું પણ મોત થયું છે.

Feb 24, 2019, 10:26 AM IST