UP Election: BJP સાથે આવ્યા આ 2 મોટા પક્ષ, સીટોની વહેંચણી પર બની ગઇ વાત

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે ભાજપે અપના દળ (Apna Dal)અને નિષાદ પાર્ટી (Nishad Party) સાથે ગઠબંધન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ બુધવારે દિલ્હીમાં આ ગઠબંધનની જાહેરાત કરી હતી.

UP Election: BJP સાથે આવ્યા આ 2 મોટા પક્ષ, સીટોની વહેંચણી પર બની ગઇ વાત

નવી દિલ્હી: યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે ભાજપે અપના દળ (Apna Dal)અને નિષાદ પાર્ટી (Nishad Party) સાથે ગઠબંધન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ બુધવારે દિલ્હીમાં આ ગઠબંધનની જાહેરાત કરી હતી.

'સીટોની વહેચણી પર ત્રણેય પક્ષોની થઇ વાતચીત'
જેપી નડ્ડા (JP Nadda) એ કહ્યું, 'યુપીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેના સહયોગી અપના દળ અને નિષાદ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ સંદર્ભે ત્રણેય પક્ષોના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં કઇ પાર્ટી ક્યાંથી ચૂંટણી લડશે તેની ચર્ચા કરવામાં આવી હતી. ત્રણેય પાર્ટીઓ મળીને રાજ્યમાં 403 બેઠકો પર ચૂંટણી લડશે.

'યુપીમાં ઘણા પ્રકારના થયા છે સકારાત્મક ફેરફાર'
જેપી નડ્ડા (JP Nadda) એ કહ્યું, 'અમે યુપીમાં સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધીશું. યુપીમાં ડબલ એન્જિન સરકાર રાજ્યને વધુ આગળ લઈ જવા માટે કામ કરશે. કેન્દ્રના સમર્થન બાદ યોગી સરકારે વિકાસલક્ષી યોજનાઓને જમીન પર લઈ જવાનું કામ કર્યું છે. યુપીના લોકોને આગળ પણ વિકાસની નવી ગાથા જોવા મળશે. યુપીમાં કનેક્ટિવિટી, એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશનમાં ઘણો ફેરફાર આવ્યો છે.

જે કહ્યું, તે કરીને બતાવ્યું - જેપી નડ્ડા
તેમણે કહ્યું, 'રોકાણમાં પણ યુપીમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે. યૂપીમાં પહેલા સ્થળાંતર થતું હતું, જ્યારે આજે યુપી ડેસ્ટિનેશન બની ગયું છે. યુપીમાં સારી કાનૂન વ્યવસ્થા એ એક મોટો મુદ્દો છે. 5 વર્ષ પહેલા રાજ્યમાં સ્થળાંતર થતું હતું. સાંજ સુધીમાં શેરીઓ નિર્જન થઈ ગઈ હતી. ધોળેદહાડે અપહરણની ઘટનાઓ બનતી હતી. યુપીમાં માફિયા અને સરકારની સાંઠગાંઠ હતી. આજે યુપીમાં કાયદાનું શાસન છે. અમે જે કહ્યું તે કહીને બતાવ્યું છે.

સંયુક્ત ગઠબંધનથી ઉભરી આવી તાકાત- અનુપ્રિયા પટેલ
અપના દળના અનુપ્રિયા પટેલે (Anupriya Patel) કહ્યું, 'અમારી પાર્ટી લાંબા સમયથી NDAનો ભાગ છે. સંયુક્ત ગઠબંધનથી તાકાત ઉભરી આવી છે. સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ મજબૂત બન્યો છે. અમે સાથે મળીને નક્કી કર્યું છે કે ભાજપનું અપના દળ અને નિષાદ પાર્ટી સાથેના આ ગઠબંધનને 2022ની ચૂંટણીમાં પણ આગળ લઈ જવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news