ઉત્તર પ્રદેશઃ ઘણા મોટા કોંગ્રેસીઓનું સંગઠનમાંથી કપાશે પત્તુ, રાહુલ ગાંધીએ આપ્યો આદેશ
- અધ્યક્ષ સહિત 40 લોકોની કમિટી બનશે
- વર્તમાન કમિટીમાં 300થી વધુ નેતા
- કામ ન કરનારા થશે સંગઠનમાંથી બહાર
Trending Photos
લખનઉઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશ કોંગ્રેસમાં મોટા નેતાઓની નિષ્ક્રિયતાને કારણે સંગઠનમાં ફેરફાર કરવાનો આદેશ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને આપ્યો છે. રાહુલ ગાંધીના આદેશ બાદ પ્રદેશ સંગઠનમાં હલચલ શરૂ થઈ ગઈ છે. મોટા નેતાઓને પોતાનું પત્તુ કપાવાનો ડર લાગે છે. પોતાનું સ્થાન જળવાઈ રહે તે માટે નેતાઓએ મોવળીમંડળને મળવાનું શરૂ કરી દીધું છે.
રાહુલે રાજ બબ્બરને અપાયો આદેશ
રાહુલ ગાંધીએ કોંગ્રેસના મહામંત્રી અને યુપી કોંગ્રેસના પ્રભારી ગુલામ નવી આઝાદ અને રાજ બબ્બરને આદેશ આપ્યો છે કે તમામ મોટા નેતાઓને હટાવીને માત્ર તેવા લોકોને કામ આપવામાં આવે જે ખરી રીતે જમીની સ્તરે સંઘર્ષ કરી રહ્યા છે. મોટી-મોટી કમિટી બનાવીને મોટા નેતાઓનો સમાવેશ કરવાની પરંપરા યુપીમાં હવે ખતમ થઈ જશે. પાર્ટીના અધ્યક્ષને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ વખતે યુપી કોંગ્રેસ સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ સહિત માત્ર 40 લોકોની કમિટી બનશે. તેમાં નેતાઓથી વધુ કાર્યકર્તાઓને મહત્વ આપવામાં આવશે.
યુપીમાં ભારે-ભરખમ સંગઠન
અત્યારે ઉત્તર પ્રદેશમાં જે સંગઠન ચલાવવા માટે કમિટી કામ કરી રહી હતી તેમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિત 36 ઉપાધ્યક્ષ, 84 મહામંત્રી, 142 મંત્રી, 52 સંગઠન મંત્રી, 57 કાર્યકારિણીના સભ્યો, 56 અસ્થાયી આમંત્રિત સભ્યો, 42 વિશેષ આમંત્રિત સભ્યો અને 10 વરિષ્ઠ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
હવે રાહુલ ગાંધીના આદેશ બાદ તમામ મોટા નેતાઓનું સંગઠનમાંથી પત્તુ કપાઈ જશે, કેમ કે વધુ લોકો નિષ્ક્રિય છે અને તેમના કામ ન કરવાને કારણે રાહુલ ગાંધી નારાજ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિર્દેશ આપ્યો છે કે જે લોકો દિલ્હીમાં બેસીની યુપીની રાજનીતિ કરે છે તે તમામ લોકોને સંગઠનના તમામ પદ્દોથી હટાવી દેવામાં આવે, માત્ર તે જ લોકોને સ્થાન મળે જે જિલ્લામાં રહીને કામ કરી રહ્યાં છે.
નેતા યુપીના અને રાજનીતિ દિલ્હીની
કેન્દ્રીય સંગઠનમાં આ સમયે યુપીના એવા નેતાઓની સંખ્યા વધુ છે જે છે યુપીના, પરંતુ રાજનીતિ દિલ્હીની કરે છે. પ્રદેશ સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ નેતાઓમાં જિતિન પ્રસાદ, આરપીએન સિંહ, પીએલ પુનિયા, સંજય સિંહ, અનુ ટંડન, શ્રીપ્રકાશ જયસ્વાલ, પ્રમોદ તિવારી, આદિત્ય જૈન, રાજીવ શુક્લા, મીમ અફઝલ, સલમાન ખુર્શીદ, સિરાજ મેહંદી સહિતના લોકો સામેલ છે.
સંગઠનમાં 300થી વધુ નેતા
યુપીમાં 300થી વધુ લોકોી સંગઠન કમિટી તે માટે બનાવવામાં આવી છે કેમ કે, યુપીમાં છેલ્લા 25 વર્ષથી પાર્ટી સત્તાથી બહાર છે અને પાર્ટીના નેતાઓને સરકારમાં જવાનો મોકો મળતો નથી, તેથી સંગઠનમાં તેમનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓ યુપીમાં પાર્ટી માટે કામ કરતા નથી, જેનાથી રાજ્યમાં પાર્ટીની હાલત ખરાબથી ખરાબ થતી જાય છે. આ જોતા રાહુલ ગાંધીએ આકરો નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે