Uttar Pradesh: સરકારે રદ્દ કરી કાવડ યાત્રા, કોરોનાને કારણે CM યોગીએ લીધો નિર્ણય

કોરોના વાયરસ મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ વર્ષે કાવડ યાત્રાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે મોડી સાંજે આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવ્યો છે. 

Uttar Pradesh: સરકારે રદ્દ કરી કાવડ યાત્રા, કોરોનાને કારણે CM યોગીએ લીધો નિર્ણય

લખનઉઃ ઉત્તરાખંડ બાદ ઉત્તર પ્રદેશમાં પણ કાવડ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. 25 જુલાઈથી શરૂ થતી કાવડ યાત્રા પર યોગી સરકારે કોરોનાને કારણે પ્રતિબંધ લગાવી દીદો છે. એએનઆઈ અનુસાર યાત્રા રદ્દ કરવાને લઈને શનિવારે મોડી સાંજે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રો પ્રમાણે કાવડ યાત્રાને લઈને હજુ પણ યોગી સરકાર કાવડ સંઘો સાથે સંવાદ કરી રહી છે. 

મહત્વનું છે કે કાવડ યાત્રાને લઈને મુખ્યમંત્રી યોગીએ ઓફિસરોને કોવિડ મહામારીની સ્થિતિ જોતા કાવડ સંઘો સાથે સંવાદ કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસીએસ ગૃહ અને ડીજીપીને કાવડ યાત્રાને ધ્યાનમાં રાખી બીજા રાજ્યો સાથે સંવાદ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

— ANI UP (@ANINewsUP) July 17, 2021

ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંટન નરીમન અને બી આર ગવઈની બેંચે મામલા પર સ્વતઃ સંજ્ઞાન લીધુ હતું. કોર્ટે કહ્યું કે, ઉત્તરાખંડે કોરોનાની ત્રીજી લહેરની આશંકા જોતા યાત્રા રદ્દ કરી દીધી છે. પરંતુ યૂપીએ આમ કર્યું નથી. સરકારનું વલણ લોકોને ભ્રમિત કરનારૂ છે. કોર્ટે આ મામલામાં યૂપી, ઉત્તરાખંડ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે તે પણ કહ્યું હતું કે યાત્રા 25 જુલાઈએ શરૂ થવાની છે. તેથી આ મુદ્દા પર જલદી સુનાવણીની જરૂર છે. 

કેન્દ્રએ પણ કોર્ટમાં કહ્યું હતું કે યાત્રાને સાંકેતિક રૂપથી ચલાવવી સારી
શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની ચિંતા સાથે સહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ યાત્રાને સાંકેતિક રૂપથી ચલાવવી સારી રહેશે. કેન્દ્ર તરફથી રજૂ સોલિસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ- હરિદ્વારથી ગંગાજળ લઈને કાવડિયાનું પોતાના વિસ્તારના મંદિર સુધી જવુ યોગ્ય રહેશે નહીં. સારૂ રહેશે કે ટેન્કર દ્વારા ગંગાજળ દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવે. પરંતુ આ વિશે નિર્ણય રાજ્ય સરકારે લેવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news