UGC Guideline: વિશ્વવિદ્યાલયો, કોલેજોમાં એક ઓક્ટોબરથી શરૂ થશે નવું સત્ર, 30 સપ્ટેમ્બર સુધી થશે એડમિશન

30 સપ્ટેમ્બર સુધી વિશ્વવિદ્યાલયો અને કોલેજોએ પોતાની એડમિશન પ્રક્રિયા પૂરી કરવી પડશે. યૂજીસીએ ગાઇડલાઇનમાં તે સ્પષ્ટ કર્યુ છે કે એડમિશન પ્રક્રિયા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સહિત બધા બોર્ડોનું ધોરણ-12નું પરિણામ આવ્યા બાદ શરૂ થશે. 

UGC Guideline: વિશ્વવિદ્યાલયો, કોલેજોમાં એક ઓક્ટોબરથી શરૂ થશે નવું સત્ર, 30 સપ્ટેમ્બર સુધી થશે એડમિશન

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલયો અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રને લઈને હાલમાં અસમંજસ ખતમ થઈ ગયું છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)  શનિવારે તેને લઈને એક વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. તે હેઠળ એક ઓક્ટોબરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 

યૂજીસીએ જાહેર કરી ગાઇડલાઇન, 30 સપ્ટેમ્બર સુધી એડમિશનની પ્રક્રિયા
30 સપ્ટેમ્બર સુધી વિશ્વવિદ્યાલયો અને કોલેજોએ પોતાની એડમિશન પ્રક્રિયા પૂરી કરવી પડશે. યૂજીસીએ ગાઇડલાઇનમાં તે સ્પષ્ટ કર્યુ છે કે એડમિશન પ્રક્રિયા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સહિત બધા બોર્ડોનું ધોરણ-12નું પરિણામ આવ્યા બાદ શરૂ થશે. 

31 ઓગસ્ટ સુધી અંતિમ વર્ષની પરીક્ષાઓ કરાવવા માટે યૂજીસીનો નિર્દેશ
યૂજીસીએ આ સાથે અંતિમ વર્ષની પરીક્ષાઓને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે અને તેને ફરજીયાત ગણાવી છે. સાથે વિશ્વવિદ્યાલયો અને કોલેજોથી તેને ઓનલાઇન કે ઓફલાઇન મોડમાં 31 ઓગસ્ટ પહેલા કરાવવાનું કહ્યું છે. યૂજીસીએ આ દરમિયાન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કોરોનાના નક્કી પ્રોટોકોલનું કડક રીતે પાલન કરાવવાનું પણ કહ્યું છે. 

— UGC INDIA (@ugc_india) July 16, 2021

વિશ્વવિદ્યાલયોમાં નવા સત્રને લઈને અસમંજસ
ખાસ વાત છે કે યૂજીસીએ આ ગાઇડલાઇન ત્યારે જાહેર કરી છે, જ્યારે નવા સત્રને લઈને વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં અસમંજસની સ્થિતિ છે. તેના કારણે તે નવા સત્રની તૈયારીઓ કરી શકતી નથી. ઘણી યુનિવર્સિટીઓએ શિક્ષણ મંત્રાલય પાસે આ સંબંધમાં માર્ગદર્શન પણ માંગ્યું હતું. 

બોર્ડના પરિણામમાં વિલંબ પર 18 ઓક્ટોબર સુધી શરૂ કરી છે સત્ર
યૂજીબીએ નવી ગાઇડલાઇનમાં કહ્યું કે, આમ તો સુપ્રીમ કોર્ટે બધા શિક્ષણ બોર્ડને 31 જુલાઈ સુધી ધોરણ 12નું પરિણામ જાહેર કરવાનું કહ્યું છે. તેવામાં ત્યારબાદ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. પરંતુ જો બોર્ડનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થાય તો નવુ શૈક્ષણિક સત્ર 18 ઓક્ટોબર સુધી શરૂ કરી શકાય છે. 

સ્નાતક અને અનુસ્નાતકને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું કેલેન્ડર
ખાસ વાત તે છે કે નવુ એકેડમિક કેલેન્ડર સ્નાતક અને અનુસ્નાતકના પ્રથમ વર્ષને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે. યૂજીસીએ આ વર્ષે વિશ્વવિદ્યાલયો અને કોલેજોને શૈક્ષણિક સત્ર 2021-2022ના 31 જુલાઈ 2022 સુધી પૂરુ કરવાનું કહ્યું છે, જેમાં પરીક્ષાઓનું પણ આયોજન કરાવવું પડશે. 

31 ડિસેમ્બર સુધી એડમિશન કેન્સલ કરાવવા પર આપવી પડશે પૂરી ફી

- કોરોના સંકટકાળમાં લોકોની નાણાકીય સમસ્યાને ધ્યાનમાં રાખતા યૂજીસીએ જરૂરી નિર્દેશ આપ્યા છે. 

- જો કોઈ વિદ્યાર્થી પ્રવેશ લીધા બાદ 31 ઓક્ટોબર સુધી પ્રવેશ રદ્દ કરે છે તો સંસ્થાએ સંપૂર્ણ ફી પરત આપવી પડશે. 

- યૂજીસીએ શિક્ષણ સંસ્થાઓને તેને સ્પેશિયલ કેસના રૂપમાં જોવાનું કહ્યું છે. 

- જો કોઈ વિદ્યાર્થી 31 ડિસેમ્બર, 2021  સુધી એડમિશન રદ્દ કરાવે છે તો પણ પ્રોસેસિંગ ફી કાપી પૂરી ફી પરત આપવાનું કહ્યું છે. 

- સંસ્થાઓને પ્રોસેસિંગ ફીના રૂપમાં એક હજાર રૂપિયાથી વધુ ન કાપવા માટે કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news