મારી હાલત રામ મનોહર લોહીયા જેવી પાર્ટીમાં જ નથી આપતું કોઇ ઇજ્જત : મુલાયમ સિંહ
લખનઉના ગાંધી સભાગૃહમાં આયોજીત સપા નેતા ભગવતીસિંહના જન્મ દિવસે મુલાયમસિંહે કહ્યું કે હવે કોઇ જ મારૂ સન્માન નથી કરતા, મારા મર્યા બાદ જ લોકો મારૂ સન્માન કરશે
Trending Photos
લખનઉ : સપા સંરક્ષણ મુલાયમ સિંહ યાદવનું દર્દ ફરી એકવાર છલકી ઉઠ્યું છે. લખનઉના ગાંધી સભાગારમાં આયોજીત સપા નેતા ભગવતી સિંહના જન્મ દિવસ પ્રસંગે મુલાયમ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે, એવો સમય આવી ચુક્યો છે કે જ્યારે મારૂ કોઇ સન્માન જ નથી કરતું, પરંતુ કદાચ મારા મર્યા બાદ લોકો મારૂ સન્માન કરશે. મુલાયમ સિંહે કહ્યું કે રામ મનોહર લોહિયાની સાથે પણ એવું જ થયું હતું. એક સમય એવો આવી ગયો હતો જ્યારે તેઓ પણ કહેતા હતા આ દશામાં જીવતા રહેવામાં કોઇ જ સન્માન નથી.
પોતાના સંબોધનમાં ભગવતીસિંહના મુદ્દે તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીની રચનામાં તેમની મહત્વપુર્ણ ભુમિકા રહી છે. તેમણે સંગઠનને મજબુત કરવા માટે ઘણુ કામ કર્યું છે. તેમના જેવા નેતાઓના પ્રયાસોનાં કારણે જ પાર્ટી આટલે સુધી પહોંચી છે. આ કાર્યક્રમમાં તેમણે રામ મનોહર લોહિયાની પણ ખુબ જ પ્રશંસા કરી હતી.
ગત્ત વર્ષે પાર્ટી નેતૃત્વ મુદ્દે સમાજવાદી પાર્ટીની અંદર થયેલા ડખો થયો હતો ત્યાર બાદ આંતરિક કલહ સામે આવ્યો હતો. નેતૃત્વ મુદ્દે પિતા અને પુત્ર કોર્ટ સુધી પહોંચી ગયા હતા. આખરે અખિલેશને પાર્ટીનું નેતૃત્વ સોંપાયું હતું. જો કે આ ઘટના બાદથી મુલાયમસિંહનું દુ:ખ પ્રસંગોપાત છલકતું રહે છે. આ પહેલીવાર નથી અગાઉ પણ ઘણી વખત તેઓ પોતાનું દુ:ખ વ્યક્ત કરી ચુક્યા છે.
જ્યારે અખિલેશે પાર્ટીનું નેતૃત્વ મળ્યું તે સમયે મુલાયમસિંહે કહ્યું હતું કે પિતા તરીકે તેમનો આશિર્વાદ હંમેશા અખિલેશ સાથે રહેશે પરંતુવૈચારિક રીતે અખિલેશનાં નિર્ણય સાથે હું સંમત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ કાકા શિવપાલ અને અખિલેશની વચ્ચે પણ ઘણુ અંતર વધી ચુક્યું છે.
ગત્ત દિવસોમાં શિવપાલ યાદવે મહાગઠબંધન અને અખિલેશ અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અખિલેશ પાર્ટીના અધ્યક્ષ છે, માટે મહાગઠબંધન અંગે તેમનો નિર્ણય અંતિમ રહેશે. અખિલેશ સાથે તેમના સંબંધો અંગે શિવપાલે કહ્યું કે હું માત્ર પાર્ટીનો સામાન્ય ધારાસભ્ય માત્ર છું. તેથી હું તેમને માત્ર પાર્ટી અધ્યક્ષ તરીકે જ જોઉ છું. અંગત સંબંધો અંગે તેમણે કોઇ પણ ટીપ્પણી કરવાની મનાઇ કરી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે