UP: Yogi Cabinet નો જલદી થશે વિસ્તાર, બનાવવામાં આવશે નવા 6 મંત્રી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ખુબ જલદી મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ વખતે 6 નવા મંત્રીઓને કેબિનેટમાં જગ્યા આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી જાતીય સમીકરણ ફિટ કરવામાં મદદ મળશે.
Trending Photos
લખનઉઃ યોગી સરકારના મંત્રીમંડળનું જલદી (Yogi Cabinet) વિસ્તરણ થવાનું છે. આ યોગી સરકારનો ત્રીજો વિસ્તાર હશે. આ માટે ભાજપ સંગઠન અને સરકારે નામ નક્કી કરી લીધા છે. જલદી યૂપીમાં 6 નવા મંત્રી બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં જાતીય સમીકરણ ફિટ કરવામાં મદદ મળશે.
લિસ્ટમાં સૌથી આગળ છે 2 નામ
સૂત્રો અનુસાર છ નવા મંત્રીઓના લિસ્ટમાં જિતિન પ્રસાદ અને સંજય નિષાદનું નામ સૌથી આગળ છે. તો કેટલાક અન્ય ઓબીસી ચહેરાઓને જગ્યા આપવાની માહિતી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા યૂપી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મંત્રી સુનીલ બંસલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. શુક્રવારે યૂપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ એકવાર ફરી દિલ્હીના પ્રવાસે ગયા હતા. સૂત્રો જણાવ્યું કે ટોચના નેતાઓએ સ્વતંત્ર દેસ સિંહે મુલાકાત કરી હતી.
આગામી વર્ષે યોજાશે વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે આગામી વર્ષની શરૂઆતમાં યૂપીમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહ્યાં છે. તેને જોતા રાજકીય અને જાતીય સમીકરણ પ્રમાણે યોગી મંત્રીમંડળના વિસ્તારની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ મંત્રીમંડળ વિસ્તારની અટકળો ઘણા સમયથી લગાવવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે કેન્દ્રીય સ્તર પર પીએમ મોદીના મંત્રીમંડળનો વિસ્તાર થયો. તેનામાં પણ વધુ પ્રતિનિધિત્વ યૂપીનું જોવા મળ્યું છે. આ વિસ્તારમાં સંજય નિષાદ જેવા ચહેરોને જગ્યા ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે યોગી મંત્રીમંડળમાં સંજય નિષાદને જગ્યા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે