લગ્નની પહેલી રાતે કરેલી એક ભૂલ દુલ્હા-દુલ્હનને ભારે પડી, ઘરવાળા ફોટો-વીડિયો કરી રહ્યા છે ડિલીટ!
એવું કહેવાય છે કે આ ફોટો ઉત્તર પ્રદેશના કૂડાઘાટ વિસ્તારના કપલનો છે. જેમના વર્ષ 2022માં લગ્ન થયા હતા. વાયરલ ફોટો એ વખતે લેવાયો હતો પરંતુ હવે વાયરલ થયો છે. તેનાથી મુશ્કેલીઓ વધી ગઈ છે.
Trending Photos
લગ્નના સ્ટેજ પર હથિયાર સાથે ફોટો ખેંચાવવો દુલ્હા દુલ્હનને ભારે પડી ગયું. ફોટો વાયરલ થયા બાદ પોલીસે મંગળવારે મોડી સાંજે બંને વિરુદ્ધ કેસ નોંધ્યો. સોશિયલ મીડિયા પર એક નવદંપત્તિનો ફોટો હાલ વાયરલ થયો છે. જેમાં દુલ્હા દુલ્હન પોતાના હાથમાં 12 બોરની બંદૂક લઈને ફોટો પડાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે આ ફોટો ઉત્તર પ્રદેશના કૂડાઘાટ વિસ્તારના કપલનો છે. જેમના વર્ષ 2022માં લગ્ન થયા હતા. વાયરલ ફોટો એ વખતે લેવાયો હતો પરંતુ હવે વાયરલ થયો છે. તેનાથી મુશ્કેલીઓ વધી ગઈ છે. હથિયાર સાથે ફોટો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરતા કપલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દુલ્હા બનેલા યુવકનું નામ રજત અગ્રહરિ છે.
બીજાની છે લાઈસન્સ ગન
એવું કહેવાય છે કે જે ગન સાથે દુલ્હા અને દુલ્હન ફોટો ખેંચાવી રહ્યા છે તેનું લાઈસન્સ પણ તેમના નામે નથી. તેઓકોઈ અન્યની લાઈસન્સ ગન લઈને ટશન દેખાડી રહ્યા હતા. આવામાં જે વ્યક્તિની લાઈસન્સવાળી બંદૂક હતી તેના માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. પોલીસે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે. ગન લાઈસન્સ પણ રદ થઈ શકે છે.
બંદૂક સાથે દેખાઈ રહેલો વરરાજ જેલ જઈ ચૂક્યો છે
બંદૂક સાથે જોવા મળી રહેલો વરરાજા રજત થોડા દિવસ પહેલા તેના ઘરમાં જુગાર રમવા મામલે જેલ જઈ ચૂક્યો છે. તેણે ઘરમાં જ અડ્ડો બનાવી રાખ્યો હતો. જ્યારે જુગારના ખેલ અને અડ્ડા સંબંધિત વીડિયો વાયરલ થયા તો એમ્સ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
હથિયાર સાથે ફોટો પડાવનારામાં હડકંપ
હથિયાર સાથે ફોટો પડાવવા કે વીડિયો બનાવનારા પોતાના ફોટા અને વીડિયોને શોધી શોધીને ડિલીટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પોતાના આલ્બમ પણ શોધવાના શરૂ કરી દીધા છે. ક્યાંક તેમનો ફોટો ભૂલેચૂકે વાયરલ ન થઈ જાય. હાલ ડર એ કારણે પણ છે કે ક્યારેક દુશ્મની કાઢવા માટે જો કોઈ ભૂલેચૂકે વાયરલ કરી નાખે આવો ફોટો તો પણ જેલમાં જવું પડી શકે છે. એટલું જ નહીં જેનું હથિયાર હોય તે પણ હવે પોતાના આવા લાયસન્સવાળા હથિયારો કોઈને સ્પર્શવા દેતા નથી.
થોડા દિવસ પહેલા એક પ્રોપર્ટી ડીલરના બર્થડે પર તેના સાથીએ 3 વર્ષ જૂનો એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. તેને ગંભીરતાથી લેતા પોલીસે પ્રોપર્ટી ડીલર સહિત લાઈસન્સીની પણ ધરપકડ કરી હતી. જેનું એ હથિયાર હતું.
શું છે નિયમ
હથિયાર કાયદેસર હોય કે ગેરકાયદેસર બંને સંજોગોમાં તેનું પ્રદર્શન કરવું એ અપરાધની શ્રેણીમાં આવે છે. આ મામલો ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે લાઈસન્સી કોઈ અન્ય હોય અને કોઈ અન્ય તેના હથિયાર સાથે ફોટો પડાવી રહ્યા હોય. આ મામલો સામે આવતા જેલમાં જવાની સ્થિતિ પેદા થઈ શકે છે.
એસપી સિટી કૃષ્ણકુમાર બિશ્નોઈએ જણાવ્યું કે હથિયારના પ્રદર્શનને લઈને પતિ પત્ની વિરુદ્ધ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ફોટામાં જોવા મળી રહેલ હથિયાર કાયદેસર છે કે ગેરકાયદેસર. જો કાયદેસર હોય તો કોના નામ પર છે. લાઈસન્સીએ પોતાનું હથિયાર કેમ આપ્યું હતું. તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. લાઈસન્સીનું લાઈસન્સ પણ રદ થશે. ગેરકાયદેસર જોવા મળ્યું તો કલમ વધારવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે