Uttarakhand ના વિકાસનગરમાં ગોઝારો અકસ્માત, એક જ ગામના 13 લોકોના મોત, અનેક ઘાયલ
ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગરમાં એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા તથા અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બુલ્હાડ બાયલા રોડ પર થયો.
Trending Photos
વિકાસનગર/મયંક રાય: ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગરમાં એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા તથા અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બુલ્હાડ બાયલા રોડ પર થયો. મળતી માહિતી મુજબ એક વાહન બેકાબૂ થઈને ખીણમાં ખાબક્યું. અકસ્માત બાદ ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ખીણમાંથી લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ મૃતકો એક જ ગામના રહીશ હોવાનું કહેવાય છે.
આ અકસ્માત ચકરાતા તહેસીલના બાયલા ગામ પાસે થયો. અકસ્માતમાં 13 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ તમામ મૃતકો એક જ ગામના હોવાનું કહેવાય છે. એસડીએમ ચકરાતા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે. આસપાસના ગ્રામીણો દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
We had received info that the vehicle rolled down a gorge. 13 deaths confirmed so far, 2 rescued. Teams are at spot. We're making postmortem facility available at the spot. CM sent message that compensation will be given to injured&kins of deceased: Dr R Rajesh Kumar, Dehradun DM pic.twitter.com/t5qlSHZUNE
— ANI (@ANI) October 31, 2021
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચકરાતાના બુલ્હાડ-બાયલા માર્ગ પર વાહન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈશ્વરને મૃતકોના આત્માને શાંતિ અને પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનને ઝડપથી રાહત બચાવ કાર્ય કરવાના અને ઘાયલોને તત્કાળ ઉપચાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલોના ઉપચારમાં બેદરકારી સહન નહીં કરાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે