Vande Bharat Train: 180 કિમીની ઝડપે દોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, Video જોઈને દંગ રહી જશો

Vande Bharat Express Update: ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ટ્રાયલ રનમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે વંદે ભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગડા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી શરૂ થયું. રેલવે મંત્રી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી શકે છે કે તેજ રફ્તાર ટ્રેનમાં એક ગ્લાસ રાખવામાં આવ્યો છે.

Vande Bharat Train: 180 કિમીની ઝડપે દોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, Video જોઈને દંગ રહી જશો

Vande Bharat Express Update: ભારતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ટ્રાયલ રનમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું કે વંદે ભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગડા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી શરૂ થયું. રેલવે મંત્રી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી શકે છે કે તેજ રફ્તાર ટ્રેનમાં એક ગ્લાસ રાખવામાં આવ્યો છે. હાઈ સ્પીડ હોવા છતાં પણ ગ્લાસમાંથી એક ટીપું પાણી બહાર આવ્યું નથી જે જોઈને તમે પણ દંગ રહી જશો. 

દેશમાં હાલ બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ભારતની પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. ત્યારબાદ નવી ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે દોડાવવામાં આવી. હવે ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ થઈ રહી છે. કહેવાય છે કે આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવવામાં આવી શકે છે. 

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 26, 2022

નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હી-કટરા વચ્ચે જે વંદે ભારત ટ્રેન દોડી રહી છે તે આધુનિક સુવિધાઓથી લેસ છે. જેમાં જીપીએસ આધારિત સૂચના સિસ્ટમ, સીસીટીવી કેમેરા, વેક્યૂમ આધારિત  બાયો ટોઈલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટન છે. અત્રે જણાવવાનું કે દેશની સૌથી હાઈ સ્પીડ દોડતી ટ્રેન વંદે ભારત છે. આ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. 

2023થી 75 ટ્રેન દોડશે
રેલવેએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી મોદીની જાહેરાત મુજબ 15 ઓગસ્ટ 2023 સુધીમાં વંદે ભારતની 75 ટ્રેનો પાટા પર દોડતી હશે. આઈસીએફની દર મહિને છ થી સાત વંદે ભારત રૈક (ટ્રેન)ની ઉત્પાદન ક્ષમતા છે અને આ સંખ્યા વધારીને 10 કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news