ઝારખંડમાં થવાનો છે મોટો ખેલ!, મહાગઠબંધનના ધારાસભ્યો સામાન સાથે બેઠકમાં પહોંચ્યા

Jharkhand Politics: ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર નિર્ણય પહેલા જ હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢ શિફ્ટ કરવામાં આવી શકે છે. આજે હેમંત સોરેનના ઘરે ધારાસભ્યોની બેઠક થઈ. જેમાં અનેક ધારાસભ્યો સામાન સાથે પહોંચ્યા. ત્યારબાદ તેમને અન્ય રાજ્યમાં શિફ્ટ કરવાની અટકળો તેજ થઈ ગઈ.

ઝારખંડમાં થવાનો છે મોટો ખેલ!, મહાગઠબંધનના ધારાસભ્યો સામાન સાથે બેઠકમાં પહોંચ્યા

Jharkhand Politics: ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર નિર્ણય પહેલા જ હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહાગઠબંધનના ધારાસભ્યોને છત્તીસગઢ શિફ્ટ કરવામાં આવી શકે છે. આજે હેમંત સોરેનના ઘરે ધારાસભ્યોની બેઠક થઈ. જેમાં અનેક ધારાસભ્યો સામાન સાથે પહોંચ્યા. ત્યારબાદ તેમને અન્ય રાજ્યમાં શિફ્ટ કરવાની અટકળો તેજ થઈ ગઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સીએમનો નિર્દેશ મળતા જ સત્તા પક્ષના ધારાસભ્યો અન્ય રાજ્યમાં શિફ્ટ થઈ જશે. 

અત્રે જણાવવાનું કે હેમંત સોરેનની મુખ્યમંત્રીની ખુરશી જઈ શકે છે. ત્યારબાદ ધારાસભ્યોની બેઠક ત્રણવાર થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે ખનન પટ્ટા મામલે ચૂંટણી પંચે તપાસ બાદ પોતાનો રિપોર્ટ ઝારખંડના રાજ્યપાલને મોકલી દીધો છે જેમાં મુખ્યમંત્રી હેમંત સોરેનને વિધાનસભા સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. એટલે કે તેમની સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. આ બધા વચ્ચે સીએમ હેમંત સોરેને પણ પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આદિવાસીના પુત્ર છે. તેમની ચાલથી અમારો રસ્તો ક્યારેય અટક્યો નથી કે ન તો અમે લોકો ક્યારેય તેમનાથી ડર્યા છીએ. 

— Hemant Soren (@HemantSorenJMM) August 26, 2022

શું છે સમગ્ર મામલો?
હેમંત સોરેનને રાંચી જિલ્લાના અનગડા બ્લોકમાં 0.88 એકર જમીનનો ખનન પટ્ટો મળ્યો હતો. દસ્તાવેજો મુજબ 28 મે 2021ના રોજ હેમંત સોરેને અરજી કરી હતી અને તેમને 15 જૂન 2021ના રોજ મંજૂરી મળી હતી. ત્યારબાદ 9 સપ્ટેમ્બરના રોજ પર્યાવરણ વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી. જે 22 સપ્ટેમ્બરે મળી. 11 ફેબ્રુઆરી 2022ના રોજ ભાજપે રાજ્યપાલને મળીને ફરિયાદ કરી કે આ લાભના પદનો મામલો  બની શકે છે અને સીએમ પોતાના નામે ખનન પટ્ટો લઈ શકે નહીં. ત્યારબાદ હેમંત સોરેને 11 ફેબ્રુઆરી 2022ના રોજ લીઝ સરન્ડર કરીને પોતાને અલગ કરી દીધા. 

ખનના ધંધામાં હેમંત સોરેન સરકારનો ભ્રષ્ટાચારનો પર્દાફાશ ત્યારે થવાનો શરૂ થયો જ્યારે ઝારખંડના ખનન સચિવ રહી ચૂકેલા પૂજા સિંઘલના ઠેકાણાઓ પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી. ઈડીએ પૂજા સિંઘલના સીએ સુમનકુમારના એક જ ઠેકાણેથી સાડા સત્તર કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા. આ રકમ એટલી વધુ હતી કે તેને ગણવામાં 14 કલાક જેટલો સમય લાગ્યો. ઈડી સૂત્રોના હવાલે દાવો કરાયો કે પૂજા સિંઘલ અને તેમના નીકટના લોકોના લગભગ 150 કરોડ રૂપિયાના રોકાણનો ખુલાસો  થયો અને અનેક મહત્વના દસ્તાવેજો મળ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news