નવા કાયદા હેઠળ માલ્યાની વિરુદ્ધ પહેલીવાર થશે સૌથી મોટી કાર્યવાહી
ભાગેડુ આર્થિક ગુનાહિત કાયદા હેઠળ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની વિશેષ કોર્ટમાં રજુ થવાનું હતું
Trending Photos
મુંબઇ : હાલમાં જ બનેલા ભાગેડુ આર્થિક ગુનાના કાયદા હેઠળ ભાગેડુ વેપારી વિજય માલ્યાની સોમવારે એક વિશેષ કોર્ટમાં રજુ થવાની તારીખ થવાની તારીખ હતી. જો કે વિજય માલ્યા હાજર રહ્યો નહોતો. જો કે નવા કાયદા હેઠળ થયેલી આ પ્રથમ કાર્યવાહી છે. અધિકારીએ સુત્રોએ કહ્યું કે, શક્ય છે કે, માલ્યા રજુ ન થાય કારણ કે તે પ્રત્યાર્પણ માટેનો કેસ ચાલી રહ્યો છે. જો કે આશા છે કે તેમનાં અધિકૃત કાયદા પ્રતિનિધિ આ નોટિસ પર વિશેષ પીએમએલએ ન્યાયાધીશ એમ.એસ આઝમીની કોર્ટ તેમની તરફથી અધિકૃત જવાબ રજુ કરશે.
30 જુનનાં રોજ ઇશ્યું કરાઇ હતી નોટિસ
આ કોર્ટે 30 જુને માલ્યાને આ નોટિસ ઇશ્યું કરવામાં આવી હતી કે, તેઓ 27 ઓગષ્ટે રજુ થાય કારણ કે પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ દારૂ વેપારીઓને નવા કાયદા હેઠળ આોપીત કર્યા હતા. સાથે જ 9 હજાર કરોડ રૂપિયાની કથિત બેંક ગોટાળા મુદ્દે તેનાં અને અન્ય લોકોની વિરુદ્ધ નાણા સંશોધન કાયદાનો વિસ્તાર કર્યો હતો. આ કેન્દ્રીય તપાસ એજન્સીએ પોતાની નવીનતમ કાર્યવાહી હેઠળ માલ્યાની 12500 કરોડ રૂપિયાની સંપત્તિ તત્કાલ જપ્ત કરવા માટેની માંગ પણ કરી હતી.
હવે કોર્ટ પર નિર્ભર થશે આગળની કાર્યવાહી
સુત્રો અનુસાર ભાગેડુ આર્થિક ગુનાના કાયદા હેઠળ કાનુની કાર્યવાહી હેઠળ આગામી પગલું સંપુર્ણ રીતે કાયદા પર નિર્ભર કરે છે. સુત્રોએ પહેલા સંકેત આપ્યો હતો કે જો માલ્યા કોર્ટમાં રજુ નહી થઆય તો તેમની સંપત્તી જપ્ત કરવાનાં આધેશ ઉપરાંત તેના પર ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી દેવાનાં વિરોધનો પણ ખતરો છે. આ કોર્ટે ઇડીનાં બે અન્ય કેસમાં આ ઉદ્યોગપતિ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યું કર્યો હતો.
માલ્યા પર આશરે 10 હજાર કરોડ રૂપિયા બાકી
અધિકારીઓએ નવા કાયદા હેઠળ અર્જી લગાવતા કોર્ટે જણાવ્યું હતું કે, માલ્યા અને તેનાં કિંગફિશર એરલાઇન્સ ( જે હવે અસ્તિત્વમાં નથી) અને અન્ય અલગ અલગ બેંકો પાસેથી લોન લીધી હતી અને હાલ તેની વિરુદ્ધ વ્યાજ સહિત 9990.07 રૂપિયા બાકી છે. ઇડી અને સીબીઆઇ તેની વિરુદ્ધ કથિત લોન ઉલ્લંઘન મુદ્દે દાખલ કર્યા છે. નવા કાયદા હેઠળ કેસ લંબાયેલો રહેવા દરમિયાન આરોપીની વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી ચાલુ કરવામાં આવી શકે છે. તેને ભાગેડુ આર્થિક ગુનાખોર જાહેર કરવામાં આવી શકે છે અને તેની સંપત્તી જપ્ત કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે