Vijay Rupani ના રાજીનામાથી હરિયાણાના જાટ નેતાઓ ખુશખુશાલ?

આ બધામાં સૌથી વધુ ઉત્સાહિત હરિયાણામાં ભાજપના જાટ નેતાઓ જોવા મળી રહ્યા છે. 

Vijay Rupani ના રાજીનામાથી હરિયાણાના જાટ નેતાઓ ખુશખુશાલ?

અમદાવાદ: ગુજરાત (Gujarat) ના નાથ હવે વિજય રૂપાણી (Vijay Rupani) ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ બની ગયા છે. એટલે કે ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજીનામા બાદ વિજય રૂપાણીએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ આગળ શું નિર્ણય લેવાશે તે તો સમય જ જણાવશે. પણ આ બધા વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ હરિયાણાના જાટ નેતાઓમાં ખુશીની લહેર દોડી છે.

રૂપાણીના રાજીનામાથી હરિયાણાના જાટ નેતાઓ ખુશ?
વિજય રૂપાણીના રાજીનામાના કારણે રાજકીય ગલિયારાઓમાં જે ચર્ચાઓ થઈ રહી છે તેમાંથી એક ચર્ચા એ પણ છે કે તેઓ જાતીય સમીકરણમાં ફિટ બેસતા નહતા. રાજ્યના પોલિટિક્સમાં પાટીદારોનું પ્રભુત્વ છે. બિન પાટીદાર વિજય રૂપાણીને જ્યારે 2016માં ગુજરાતના સીએમ બનાવવામાં આવ્યા તો તે એક પ્રયોગ તરીકે જોવામાં આવ્યો હતો. 2017ની ચૂંટણીમાં તો ભાજપ વિજય રૂપાણીના નેતૃત્વમાં જેમ તેમ કરીને જીત મેળવી ગયો પરંતુ 2022ની ચૂંટણી માટે એ નક્કી કરાયું કે કોઈ જોખમ લેવું નહીં અને પાટીદાર નેતૃત્વ સાથે જ ચૂંટણી મેદાનમાં જવું જોઈએ. આ તો થઈ ગુજરાતની વાત પરંતુ આ બધામાં સૌથી વધુ ઉત્સાહિત હરિયાણામાં ભાજપના જાટ નેતાઓ જોવા મળી રહ્યા હોવાની પણ ચર્ચા છે.

કેમ ખુશ છે જાટ નેતાઓ? આ છે કારણ!
એક રિપોર્ટ મુજબ કારણ એ છે કે જાટ પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં બિન જાટ સીએમ બનાવવાને લઈને ભાજપ લીડરશીપે ત્યાં પણ એક પ્રયોગ કર્યો હતો. બીજા કાર્યકાળમાં ભાજપને ત્યાં પણ કોઈ પણ પ્રકારે સરકાર બનાવવામાં સફળતા મળી ગઈ હતી. ખેડૂત આંદોલનના કારણે અનેક પ્રકારના સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આવામાં હરિયાણામાં ભાજપના જાટ નેતાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. તેમને લાગે છે કે જો ક્યારેય રાજ્યમાં પરિવર્તનની સંભાવના પ્રબળ થઈ તો પાર્ટી રાજ્યની પરંપરાગત 'જાટ પોલિટિક્સ'ની સાથે ચાલવાનું પસંદ કરશે. આવામાં તેમનામાંથી કોઈના ભાગ્યનો દરવાજો ખુલી શકે છે. 

ચર્ચા તો એટલે સુધી છે કે અનેક જાટ નેતાઓએ પોતાની સક્રિયતા વધારી દીધી છે અને તેઓ કેન્દ્રીય નેતૃત્વની ગુડ બુકમાં આવવાનો રસ્તો શોધી રહ્યા છે. રાજનીતિને સંભાવનાઓનો ખેલ કહેવાય છે. આવામાં જો નેતાઓની આશા વધે તો કઈ ખોટું કહી શકાય નહીં. 

રૂપાણીને આ જવાબદારી સોંપાઈ શકે છે
આ બધા વચ્ચે એવા સંકેત છે કે વિજય રૂપાણીને હવે રાજ્ય પોલિટિક્સથી દૂર રાખવામાં આવી શકે છે. જેનો એક રસ્તો એ છે કે તેમને રાજ્યપાલ બનાવી દેવાય. આનંદીબેન પટેલને જ્યારે હટાવીને વિજય રૂપાણીને સીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે આનંદીબેને પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહતી. એવું કહેવાય છે કે તેમને રાજ્યપાલ બનાવવામાં વિજય રૂપાણીને મહત્વની ભૂમિકા હતી. કદાચ તેમને એવું લાગતું હશે કે આનંદીબેનના રાજ્યમાં સક્રિય રાજકારણમાં રહેવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. 

ચૂંટણી નજીક
ગુજરાતની સંવેદનશીલતા એટલા માટે પણ વધી ગઈ છે કે હવે અહીં વિધાનસભા ચૂંટણી વધુ દૂર નથી. અહીં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. વિજય રૂપાણી સામે રાજ્યપાલ બનાવવાનો પ્રસ્તાવ રજુ થાય, અને જો થાય તો તેઓ સ્વીકારે કે નહીં તે આવનારો સમય જ જણાવી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news