દરેક ધર્મનું સન્માન, સનાતન પર વિવાદ વધ્યો તો બેકફુટ પર કોંગ્રેસ, ભાજપનું વલણ આક્રમક

હવે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ કે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દરેક ધર્મો અને જાતિઓનું સન્માન કરે છે. માનવામાં આવે છે કે ભાજપના આક્રમક વલણ અને આ મુદ્દા પર વધતા વિવાદને કારણે કોંગ્રેસ અસમંજસમાં છે. 

દરેક ધર્મનું સન્માન, સનાતન પર વિવાદ વધ્યો તો બેકફુટ પર કોંગ્રેસ, ભાજપનું વલણ આક્રમક

નવી દિલ્હીઃ સનાતન ધર્મ પર શરૂ થયેલા વિવાદની રાજકીય અસરની ચિંતાથી કોંગ્રેસ હવે બેકફૂટ પર જોવા મળી રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ પોતાના નિવેદનમાં સનાતન ધર્મ ખતમ કરવાની વાત કહી હતી. તેના પર કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલનું કહેવું હતું કે આ તો અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો છે. આ સિવાય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકે તો ત્યાં સુધી કહ્યું કે જે ધર્મમાં બિન-બરાબરી હોય તેણે ખતમ થઈ જવું જોઈએ. તેવામાં ધર્મની તુલના બીમારીથી કરી શકાય છે. તેને લઈને ભાજપ આક્રમક બની છે. 

હવે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ કે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દરેક ધર્મો અને જાતિઓનું સન્માન કરે છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ડીએમકેના એક અન્ય નેતા એ. રાજાએ કહ્યુ કે ઉદયનિધિ તો નરમ હતા. હું તો કહુ છું કે સનાતન ધર્મની તુલના એચઆઈવી એડ્સ અને કુષ્ઠ રોગથી કરવી જોઈએ. નોંધનીય છે કે નવા બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં ડીએમકે પણ છે. આ સિવાય તમિલનાડુમાં તે સત્તાધારી પાર્ટી છે. તેવામાં તેના નેતાઓ દ્વારા સતત સનાતન ધર્મ પર હુમલો કરવાથી કોંગ્રેસ મુશ્કેલ સ્થિતિમાં  આવી છે. 

હવે કોંગ્રેસ બોલી- અમે તો દરેક ધર્મનું સન્માન કરીએ છીએ
એ. રાજાના નિવેદનને લઈને પૂછવા પર પવન ખેડાએ કહ્યુ- અમે બધા ધર્મો અને જાતિઓનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસ જ નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનના દરેક ભાગીદાર તમામ ધર્મો અને જાતિઓનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે અમે આવા નિવેદનોથી સહમત નથી. આ પહેલા એ. રાજાએ પુડુચેરીમાં એક આયોજનમાં કહ્યું કે સનાતન ધર્મની તુલના તો એડ્સ અને કુષ્ઠ રોગોથી કરવી જોઈએ. તેના આ નિવેદન અને કોંગ્રેસના નરમ લવણને જોતા ભાજપ ભડકી ઉઠી છે. ભાજપ તરફથી સીધો રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. 

પહેલા તટસ્થ હતી કોંગ્રેસ, હવે બદલાયું વલણ
માનવામાં આવી રહ્યું છે કે રાજકીય રીતે મુશ્કેલી ન આવે, તે કારણે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ બદલ્યું છે. તે પહેલા ન તો ડીએમકીની આલોચના કરી રહી હતી ન તેનું સમર્થન કરી રહી હતી. તે એક રીતે ખુદને તટસ્થ રાખવા ઈચ્છતી હતી. પરંતુ સ્થિતિ જોતા પોતાનું સ્ટેન્ડ બદલવાનો વારો આવ્યો છે. ભાજપ તેને કોંગ્રેસ તથા વિપક્ષી દળોને હિન્દુફોબિયા તરીકે પ્રચારિત કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news