આ તારીખોમાં જન્મેલા લોકોની જિંદગીમાં આવવાની છે મોટી સમસ્યા! જાણો તમારું અંક ભવિષ્ય

જાણો મહર્ષિ કપિ ગુરુકુલના સંસ્થાપક જ્યોતિષાચાર્ય આલોક અવસ્થી વેદાશ્વપતિ પાસે જાણીએ કે અંક શાસ્ત્ર પ્રમાણે આગામી એક અઠવાડિયું તમામ 1થી 9 સુધીના મૂળાંકવાળા લોકો માટે કેવું રહેશે.

આ તારીખોમાં જન્મેલા લોકોની જિંદગીમાં આવવાની છે મોટી સમસ્યા! જાણો તમારું અંક ભવિષ્ય

નવી દિલ્હી: માર્ચ 2022માં આગામી એક અઠવાડિયું હોળીનો તહેવાર લઈને આવી રહ્યો છે. તેની સાથે જ ગ્રહોના રાજા સૂર્ય પણ પોતાની રાશિ બદલવાના છે. જાણો મહર્ષિ કપિ ગુરુકુલના સંસ્થાપક જ્યોતિષાચાર્ય આલોક અવસ્થી વેદાશ્વપતિ પાસે જાણીએ કે અંક શાસ્ત્ર પ્રમાણે આગામી એક અઠવાડિયું તમામ 1થી 9 સુધીના મૂળાંકવાળા લોકો માટે કેવું રહેશે.

મૂળાંક 1: આ અઠવાડિયે સ્વાસ્થ્ય સારું રહેશે, તમે ઉર્જાવાન અનુભવ કરશો. કાર્યક્ષેત્રમાં રોકાયેલા કાર્યો પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ખર્ચા વધુ થવાના કારણે મન પરેશાન રહી શકે છે. પરિવારમાં આનંદ રહેશે.
શુભ રંગ- કેસરિયો, શુભ અંક-5

મૂળાંક 2: આ અઠવાડિયે તમને કોઈ વિશેષ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા મનને ઉત્સાહિત કરશે. કાર્યક્ષેત્રમાં તમારું કામ સમય પહેલા પૂર્ણ ના થવાના કારણે ઉચ્ચઅધિકારીઓ પાસેથી ખરી ખોટી સાંભળવા મળશે. અઠવાડિયાના અંતમાં પરિવારમાં સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે થોડું દોડમદોડ રહેશે.
શુભ રંગ-સફેદ, શુભ અંક- 9

મૂળાંક 3: આ અઠવાડિયે વધુ કામના કારણે સ્વાસ્થ્ય પર અસર થશે. બાળકની માંગ પૂરી કરવા માટે સમય મળવો મુશ્કેલ બનશે. સપ્તાહના મધ્યમાં ધનલાભના કારણે મન પ્રસન્ન રહેશે.
શુભ રંગ: સફેદ,  શુભ નંબર: 7

મૂળાંક 4: કંટાળાને કારણે તમે તમારા કાર્યો અધવચ્ચે છોડી દેશો. તમારા જીવનસાથી સાથે કોઈ વિશિષ્ટ વિષય પર ચર્ચા થશે, તમારા શબ્દો પર વિશેષ ધ્યાન આપો. પેટ ખરાબ થવાને કારણે તમારે ડૉક્ટર પાસે જવું પડી શકે છે. કોઈ વિદ્વાન પુણ્યશાળી આત્મા સાથે જોડાઈને તમે તમારી વર્ષો જૂના રોગમાંથી મુક્તિ મેળવી શકશો.
શુભ રંગ: ગુલાબી, શુભ નંબર: 2

મૂળાંક 5: માતા લક્ષ્મીની આ અઠવાડિયે તમારા વિશેષ કૃપા વરસશે. વેપાર, નોકરીમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે પ્રેમ વધશે, સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગ- નેવી બ્લૂ, શુભ રંગ- 1 

મૂળાંક 6: આ અઠવાડિયે તમારી ઉગ્ર વાણી ઝઘડા કરાવશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો આ અઠવાડિયે રોકી જાવ, નહીંતર હૃદય તૂટી જવાની પુરેપુરી સંભાવના છે. માસી કે કાકીના પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળશે.
શુભ રંગ: પીળો, શુભ નંબર: 5

મૂળાંક 7: તમારા આત્મવિશ્વાસ અને તાર્કિક વર્તનથી તમે તમારા ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓના પ્રિય બનશો. આ અઠવાડિયે મન, પરિવાર વગેરે ભૂલીને મુક્ત જીવન જીવવું પડશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો.
શુભ રંગ: આછો લાલ, શુભ નંબર: 1

મૂળાંક 8: પરિવારમાં અને કાર્યસ્થળમાં કેટલીક અણધારી ઘટનાઓ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ક્યાંક રોકાણ કરવાનો નિર્ણય લેવાશે. આ અઠવાડિયે મુસાફરી કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે.
શુભ રંગ: આછો જાંબલી, લકી નંબર: 3

મૂળાંક 9: આર્થિક લાભ થવાના કારણે આત્મવિશ્વાસ વધશે. કાર્યસ્થળની ચિંતા પરિવારને ભૂલી જતી જણાશે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના છે, તેથી સાવચેત રહો.
શુભ રંગ: સફેદ, લકી નંબર: 1

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news