Bengal: મમતા બેનર્જીને પરાજય મંજૂર નથી, નંદીગ્રામના ચૂંટણી પરિણામને હાઈકોર્ટમાં આપ્યો પડકાર

મમતા બેનર્જી નંદીગ્રામ સીટથી શુભેંદુ અધિકારી સામે 1900 મતે હારી ગયા હતા. 

Bengal: મમતા બેનર્જીને પરાજય મંજૂર નથી, નંદીગ્રામના ચૂંટણી પરિણામને હાઈકોર્ટમાં આપ્યો પડકાર

કોલકત્તાઃ મમતા બેનર્જીએ હજુ નંદીગ્રામની હારનો સ્વીકાર કર્યો નથી. બંગાળના મુખ્યમંત્રીએ શુભેંદુ અધિકારીની જીતને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મમતા બેનર્જીનો આરોપ છે કે મતગણતરીમાં હેરાફેરી થઈ છે. શુક્રવારે હાઈકોર્ટની સિંગલ બેંચમાં આ મામલાની સુનાવણી થશે. મામલાની સુનાવણી ન્યાયાધીશ કૌશિક ચંદ્રની કોર્ટમાં થશે. 

નિયમ પ્રમાણે ચૂંટણીનું પરિણામ આવવાના દોઢ મહિનાની અંદર અરજી દાખલ કરવાની જોગવાઈ છે. નંદીગ્રામમાં મળેલા પરાજય બાદ મમતાએ કહ્યુ હતુ કે તે કોર્ટમાં જશે. મહત્વનું છે કે મમતા બેનર્જી નંદીગ્રામ સીટથી શુભેંદુ અધિકારી સામે 1900 મતે હારી ગયા હતા. 

નંદીગ્રામ સીટથી શુભેંદુ અધિકારીએ મમતા બેનર્જીને 1956 મતોથી પરાજય આપ્યો હતો. અધિકારીને 1,10,764 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 1,08,808 મત મળ્યા હતા. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે 6227 મતની સાથે માકપાની મીનાક્ષી મુખર્જી ત્રીજા સ્થાને રહી હતી. ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીએ મતની ગણતરીમાં ગડબડીનો આરોપ લગાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news