પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન!, રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ

ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો થયો હતો. જેને લઈને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહે મોટા આરોપ લગાવ્યા છે. તેમણે બંને નેતાઓની ભૂમિકાની તપાસ કરાવવાની માંગ કરી છે. 
 

પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન!, રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી ખતમ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટ ક્રેશને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. 1 જૂન 2024ના લોકસભા ચૂંટણીનો એક્ઝિટ પોલ જાહેર થયા બાદ 3 જૂને સ્ટોક માર્કેટે બધા રેકોર્ડ તોડી દીધા હતા. તો 4 જૂને ચૂંટણી પરિણામ આવ્યા બાદ સ્ટોક માર્કેટ ધરાશાયી થઈ ગયું હતું. તેને લઈને રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેર બજાર પર ટિપ્પણી કરી અને કહ્યું કે શેર બજાર ઝડપથી આગળ જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ. એક જૂને મીડિયા ખોટો એક્ઝિટ પોલ જાહેર કરે છે. ભાજપના આંતરિક સર્વેમાં 220 સીટો આવી રહી હતી, એજન્સીઓએ 200થી 220 સીટો ગણાવી હતી. 3 જૂને સ્ટોક માર્કેટે બધા રેકોર્ડ તોડી દીધા હતા. 

રાહુલ ગાંધીએ સવાલ કર્યો- પીએમે જનતાને રોકાણ કરવાની સલાહ કેમ આપી. અમિત શાહે લોકોને શેર ખરીદવા માટે કેમ કહ્યું. શું ભાજપ અને આ વિદેશી ઈન્વેસ્ટરો વચ્ચે કોઈ સંબંધ છે તો શું છે.. અમે તેની જેપીસી તપાસની માંગ કરીએ છીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભૂમિકાની તપાસ થાય.

1. Why did the PM and HM give specific investment advice to the 5 crore families investing in the stock markets? Is it their job to give investment advice to the people?

— Congress (@INCIndia) June 6, 2024

કોંગ્રેસ નેતાએ કહ્યું- આ ખુબ મોટી ઘટના છે. આ અદાણીથી સંબંધિત છે, પરંતુ ખુબ મોટો મુદ્દો છે. તેનો સીધો સંબંધ પ્રધાનમંત્રી સાથે છે. ભાજપના મોટા પદ પર બેઠેલા લોકોએ આ કૌભાંડ કર્યું છે. અમે જાણવા ઈચ્છીએ છીએ કે તેના અને એક્ઝિટ પોલ કરાવનાર વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં. અમને લાગે છે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સીધી રીતે તેમાં સામેલ છે, તેથી અમે જેપીસી તપાસની માંગ કરીએ છીએ. 

રાહુલ ગાંધીએ કહ્યું- તેમાં ભાજપના સૌથી મોટા નેતાઓએ રિટેલ ઈન્વેસ્ટરોને તે મેસેજ આપ્યો કે તમારે સ્ટોક ખરીદવો જોઈએ. તેની પાસે જાણકારી હતી કે એક્ઝિટ પોલ ખોટા છે અને ભાજપને બહુમતી મળવાની નથી. તેથી તેમણે આ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને સત્તામાં બેઠેલા લોકોને ફાયદો થયો છે. તેથી અમે જેપીસી તપાસની માંગ કરીએ છીએ. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું- અમે જનતાને એક રિયાલિટી જણાવી રહ્યાં છીએ કે અહીં એક સ્કેમ થયો છે. અહીં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીએ ઈન્ડિકેટ કર્યું છે. સત્ય છે કે અમે જેપીસી તપાસની માંગ કરી રહ્યાં છીએ. વિપક્ષમાં ખુબ તાકાત છે અને સંસદની સ્થિતિ બદલાય ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news