કંગના રનૌતને CISF એ ગાર્ડે માર્યો લાફો, ચંદીગઢ એરપોર્ટ પર બની ઘટના
Kangana Ranaut Slapped By CISF Guard: બોલીવુડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતને થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. અભિનેત્રીને CISF ગાર્ડે લાફો મારવાની વાત સામે આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kangana Ranaut Slapped By CISF Guard: બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ના ગાર્ડે લાફો માર્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવતા કડક પગલા ભરવાની માંગ કરી છે. લાફો મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું સામે આવ્યું છે.
કંગના રનૌતના રાજકીય સલાહકાર પ્રમાણે ચંદીગઢ એરપોર્ટની અંદર સીઆઈએસએફની મહિલા ગાર્ડ પર કંગના રનૌતને લાફો માર્યો છે. તેમણે માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેની વિરુદ્ધ જલદીથી જલદી કાર્યવાહી થવી જોઈએ. દાવો છે કે સીઆઈએસએફ ગાર્ડ કંગના રનૌત દ્વારા કિસાન આંદોલન વિરુદ્ધ વાત કરવાને લઈને નારાજ હતી.
તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી માટે રવાના થયા હતા. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવાના સમાચાર સામે આવ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા જણાવ્યું હતું કે સંસદ જઈ રહી છે. કંપનીએ પોતાની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
#WATCH | BJP leader Kangana Ranaut says "I am getting a lot of phone calls, from the media as well as my well-wishers. First of all, I am safe, I am perfectly fine. The incident that happened today at Chandigarh airport was during the security check. As soon as I came out after… https://t.co/jLSK5gAYTc pic.twitter.com/lBTzy2J7rW
— ANI (@ANI) June 6, 2024
શું બની ઘટના
મોહાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફ્લાઇટ દ્વારા કંગના રનૌતે દિલ્હી આવવાનું હતું. તે માટે કંગના રનૌત એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે તે એસએચએ વિસ્તારમાં ચેકિંગ માટે પહોંચી તો સીઆઈએસએફના મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેમનું ચેકિંગ કર્યું અને ત્યારબાદ લાફો માર્યો હતો. કુલવિંદર કૌરે કહ્યું કે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા કિસાન આંદોલન દરમિયાન કંગના રનૌતે પંજાબની મહિલાઓ વિશે ખરાબ નિવેદન આપ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે પંજાબની મહિલાઓ પૈસા માટે કિસાન આંદોલનમાં સામેલ થાય છે. ઘટના બાદ ખુબ હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ કંગના દિલ્હી જવા માટે રવાના થઈ હતી. અભિનેત્રીને લાફો મારનાર કુલવિંદર કૌરને સીઆઈએસએફના કમાન્ડેન્ટે કસ્ટડીમાં લઈ લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે