World Social Justice Day 2023: કેમ કરાય છે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી? ખાસ જાણો તેનું મહત્વ

World Day of Social Justice 2023: વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. દર વર્ષે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ ઉજવવા માટે એક વિષય પસંદ કરાય છે.  આ વર્ષે 2023ના રોજ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડેની થીમ સામાજિક ન્યાય માટે બાધાઓ પર કાબૂ મેળવવો અને અવસરો ઉજાગર કરવા  (Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice)  છે. 

World Social Justice Day 2023: કેમ કરાય છે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી? ખાસ જાણો તેનું મહત્વ

World Day of Social Justice 2023: વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને ગરીબી, લિંગ, શારીરિક ભેદભાવ, નિરક્ષરતા, ધાર્મિક ભેદભાવને ખતમ કરવા માટે વિવિધ સમુદાયોને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક લાવવાનો છે. જેનાથી સામાજિક રીતે એકીકૃત સમાજ બનાવવામાં આવી શકે. 

ઉજવણીનો હેતુ
લોકોને સામાજિક ન્યાયના સિદ્ધાંતો વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવણી કરાય છે. જેથી કરીને યુવાઓને સામાજિક અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા અંગે તથા લિંગ, આયુ, નસ્લ, જાતિય, ધર્મ, સંસ્કૃતિ કે અક્ષમતાઓ અંગેના વિધ્નો દૂર કરવા માટે જાગૃત કરી શકાય. આ દિવસે અનેક શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે અને ગરીબ, સામાજિક, અને આર્થિક બહિષ્કાર કે બેરોજગારી સંબંધિત વિષયો પર કાર્યક્રમ પણ યોજે છે. 

ઈતિહાસ
26 નવેમ્બર 2009માં પોતાના 62માં સેશનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 20 ફેબ્રુઆરીને વૈશ્વિક સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કર્યો. પહેલીવાર 20 ફેબ્રુઆરી 2009ના રોજ આ દિવસની ઉજવણી થઈ. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) એ 10 જૂન 2008ના રોજ નિષ્પક્ષ વૈશ્વીકરણ માટે સામાજિક ન્યાય પર ILO ઘોષણાને સર્વસંમતિથી અપનાવી હતી. તે ILO ના 1919ના બંધારણ બાદથી આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલન દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતો અને નીતિઓનું ત્રીજુ પ્રમુખ કથન છે. 

આ વખતની થીમ
દર વર્ષે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ ઉજવવા માટે એક વિષય પસંદ કરાય છે. ગત વર્ષ 2022માં વિશ્વ સામાજિક ન્યાય દિવસનો વિષય અચિવિંગ સોશિયલ જસ્ટિસ થ્રુ ફોર્મલ એમ્પ્લોયમેન્ટ હતો. જ્યારે આ વર્ષે 2023ના રોજ વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડેની થીમ સામાજિક ન્યાય માટે બાધાઓ પર કાબૂ મેળવવો અને અવસરો ઉજાગર કરવા  (Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice)  છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news