shiv temple

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પણ ભાવિક ભક્તો ભોળનાથને ભજવા માટે ઉમટી રહ્યાં છે. વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. 
 

Sep 6, 2021, 09:27 AM IST

આજે શ્રાવણિયો સોમવાર અને સોમવતી અમાસ, અનેક વર્ષે થાય છે આવો સંયોગ...

બમ બમ બોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તોને શિવ દર્શનનો લ્હાવો નહોતો મળ્યો. જો કે, આ વર્ષે નિયંત્રણો સાથે ભક્તોને દર્શન કરવાની છૂટ મળી હતી. 

Sep 6, 2021, 08:30 AM IST

ગુજરાતના આ શિવમંદિરમાં રોજ સૂર્યના કિરણોથી થાય છે અભિષેક, છુપાયું છે એક રહસ્ય

ગુજરાત (gujarat tourism) ના એવા મંદિર આવ્યા છે, જેના બાંધકામનો કોઈ જવાબ નથી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે અબ્રામા ગામ વસેલું છે. અહી આવેલું છે પ્રાચીન તાડકેશ્વર મંદિર. ભોલેનાથના આ મંદિર (shiv temple) પર શિખરનું નિર્માણ શક્ય નથી. તેથી સૂર્યની કિરણો સીધા શિવલિંગ પર અભિષેક કરે છે. 

Aug 19, 2021, 08:53 AM IST

ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, દરિયા કાંઠે બેસીને ભક્તો જુએ છે આ નજારો

  • ભગવાન શિવનું એક એવુ મંદિર પણ છે, જેના ચરણોને રોજ સમુદ્ર દિવસમાં બે વાર સ્પર્શ કરે છે. આ મંદિર રોજ સમુદ્રના જળમાં સમાઈ જાય છે અને પછી થોડા કલાકો બાદ ફરી જોવા મળે છે

Aug 18, 2021, 08:06 AM IST

Shravan: આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, શિવભક્તો પૂજા વખતે ભૂલથી પણ ન કરે આ 4 ભૂલ

હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે.  પરંતુ કહેવાય છે કે જો ભોલે શિવની પૂજા અર્ચનામાં ભૂલ કરી તો બાબા કોપાયમાન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. 

Aug 9, 2021, 09:01 AM IST

Shravan: સોમનાથ મંદિરમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, દર્શન કરી ધન્ય બન્યા ભક્તો

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે અને ભગવાન સોમનાથની પ્રાંત: આરતીના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા.

Aug 9, 2021, 08:32 AM IST

Shravan: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આ મહિનાને ભોલેનાથ (Bholenath) નો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે.

Aug 9, 2021, 07:44 AM IST

Sawan: શિવાલય હર હર મહાદેવના નાદની તૈયારી શરૂ, દર્શન માટે કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન

ધોરાજી (Dhoraji) ના પાંચ હજાર વર્ષ જૂના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર (Panch Mahadev Mandir) ખાતે આવતીકાલે સોમવારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. મ

Aug 8, 2021, 02:02 PM IST

રાત્રે ગુપ્ત ધનનું સપનુ આવ્યુ હતું, લાલચમાં 10 લોકોએ મળીને ખોદી નાંખ્યુ આખું મંદિર

હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર (Surendranagar) ના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ગામમાં આવેલા 1200 વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો (treasure) છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું હતું. ત્યારે ધનની લાલચમાં મંદિરને ખોદનારા આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે પકડી પાડ્યા છે.   

Aug 8, 2021, 07:47 AM IST

સુરેન્દ્રનગર : ગુપ્ત ઘનની લાલચમાં ખોદીને વેરવિખેર કરી નાંખ્યુ આખું શિવ મંદિર

હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગામમાં આવેલા 1200 વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો (treasure) છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું છે. અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલા ખોદકામથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. 

Jul 29, 2021, 08:37 AM IST

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, કોરોનાને લીધે મંદિરોમાં શિવ ભક્તોની પાંખી હાજરી

આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. એક તરફ કોરોના અને વરસાદી વાતાવરણ વચ્ચે મંદિરોમાં ભક્તોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. 

Aug 17, 2020, 10:38 AM IST
Vadodara Shravan starts from today rules for darshan have changed PT4M29S

વડોદરાઃ આજથી શ્રાવણનો પ્રારંભ, મંદિરમાં દર્શન માટેના નિયમો બદલાયા

Vadodara: Shravan starts from today, rules for darshan in the temple have changed. watch video.

Jul 21, 2020, 09:35 AM IST

ગુજરાતના આ મંદિરમાં થયો હતો ચમત્કાર, ઔરંગઝેબે હુમલો કર્યો તો મંદિર પર અંગારા વરસ્યા હતા

ભારતભરમાં અનેક મહાત્મય ધરાવતા મંદિર આવેલા છે. જેમાં એવા કેટલાય મંદિરો એવા છે કે જેનો ઇતિહાસ આજે પણ જીવંત છે. ઈતિહાસમાં આ મંદિરો યોદ્ધાઓ દ્વારા નિશાન બન્યા હતા, અને તેના પર જીત મેળવાઈ હતી. ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીએ જ્યાં વર્ષો પૂર્વે મોગલ શહેનશાહ ઔરંગઝેબે તેના પર હુમલો કર્યો અને તુરંત જ અંગારાનો વરસાદ થયો હતો. ત્યારથી આ મંદિરનું નામ અંગારેશ્વર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે આવેલું છે આ મંદિર, જેની કહાની પણ અદભૂત છે.

Oct 15, 2019, 08:37 AM IST
Shravan Month Last Monday PT14M57S

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર, મંદિરોમાં લાગી ભક્તિની લાઇન

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર દેશભરના બાર જયોર્તિલિંગમાંનુ એક છે. સોમનાથ મંદિર આમ તો બારેમાસ ભક્તોથી છલકાતુ હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે.

Aug 26, 2019, 12:00 PM IST

Photos : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોની લાઈન લાગી

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. 

Aug 26, 2019, 08:40 AM IST

Photos : ગુજરાતના આ શિવમંદિરનો રોમાંચક ઈતિહાસ સંતોની સાથે એક હરણીના શિકારી સાથે પણ જોડાયેલો છે

શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં શિવમંદિર અને શિવ પૂજાનું અનેરુ મહત્વ હોય છે. આ મહિનામાં મોટાભાગના શિવાલયોમાં ભીડ જામતી હોય છે. ત્યારે સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર આવેલ 400 વર્ષ પુરાણુ કેદારનાથ મંદિર પૌરાણિકતાની દ્રષ્ટિએ ખાસ છે. આ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તેમજ તેનો ઇતિહાસ અનેક કથાઓ સાથે સંકળાયેલો છે. 

Aug 4, 2019, 12:38 PM IST