ગૌહત્યા પર યોગી સરકારનો મોટો નિર્ણય, ઉત્તરપ્રદેશમાં ગૌહત્યા પર 10 વર્ષની સજા

ગૌહત્યા પર યોગી સરકારનો મોટો નિર્ણય, ઉત્તરપ્રદેશમાં ગૌહત્યા પર 10 વર્ષની સજા

ઉત્તરપ્રદેશ સરકારે ગૌહત્યાને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. ગૌ હત્યા કરનારાઓને 10 વર્ષની જેલની સજા અને 5 લાખનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે ગાયના શરીરના અંગભંગ કરવા પર 7 વર્ષની જેલ અને 3 લાખનો દંડ લાગશે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મોડી રાત્રે કેબિનેટની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્તરપ્રદેશ ગૌહત્યા નિવારણ(સંશોધન)અદ્યાદેશ, 2020ને મંજૂરી આપી દેવામાં આવી છે.

ગૌવંશ(વાછરડું)ને નુકસાન પહોંચાડનારને પણ સજાની જોગવાઇ કરી દેવામાં આવી છે. ગૌહત્યા પર હવે 3થી 10 વર્ષની સજા અને ગૌવંશને શારીરિક રીતે નુકસાન પહોંચાડવા પર 1.7 વર્ષની સજા થઇ શકે છે. આ સિવાય ગૌહત્યા અને ગૌતસ્કરીથી જોડાયેલા ગુનેગારોના ફોટો પણ જાહેર કરવામાં આવશે.

જે કોઈ કલમ-3, કલમ-5 'ક'નું ઉલ્લંઘન કરે છે અથવા ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરે છે અથવા ઉલ્લંઘન કરવા માટે પ્રેરિત કરે છે, તેને ત્રણ વર્ષથી 10 વર્ષની સજા કરવામાં આવશે. દંડ 3 લાખથી 5 લાખ સુધી હશે. જો કોએ એક વખત દોષિ સાબિત થયા બાદ ફરી ગુનો કરે છે તો તેને ડબલ દંડ ફટકારવામાં આવશે. આવા ગુનેગારોના નામ, ફોટોગ્રાફ્સ, તેનું સરનામુ જાહેર કરવામાં આવશે.

જો સક્ષમ પ્રાધિકારી અથવા પ્રાધિકૃત પ્રયોગશાળા દ્વારા ગૌમાસની પુષ્ટિ થશે તો વાહન ચાલક, ઓપરેટર અને વાહન માલિક પર જોગવાઇ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જો આ સાબિત થઇ જાય કે પરિવહનના સાધનની તમામ સાવધાની હોવા છતા અને તેની જાણકારી વગર ગુનોમાં ઉપયોગમાં લેવાનાર વાહનનો ઉપયોગ ગુનો કરવામાં નિમિત કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તેના દાયરાથી બહાર હશે.

જો ગાય મળી આવશે અને તેના ગૌવંશના ભરણ પોષણ પર ખર્ચની વસૂલી ગુનેગાર પાસેથી એક વર્ષ સુધીની અથવા ગાય કે ગૌવંશને મુક્ત કરવા સુધી, જે પણ પહેલા થાય, માલિક પક્ષમાં કરવામાં આવશે.

ગૌવંશ પશુઓને શારીરિક નુકસાન દ્વારા તેમના જીવનમાં સંકટ સર્જવાનો અથવા તેમના અંગ ભંગ કરવા અને ગૌવંશીય પશુઓના જીવનને સંકટમાં નાખવાની પરિસ્થિતિઓમાં પરિવહન કરવા પર અત્યાર સુધી દંડ ન હતો. પરંતુ હવે આ ગુનો કરવા પર ઓછામાં ઓછા એક વર્ષની જેલ થશે અને 7 વર્ષ સુધી જેલ થઇ શકે છે. દંડ એક લાખથી ત્રણ લાખ સુધી થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news