હાર્ટ એટેકથી નાની વયે મોતની વધુ એક ઘટના, શાળામાં પ્રાર્થના કરતી 17 વર્ષના વિદ્યાર્થીને વખતે આવ્યો હાર્ટ એટેક
17 Year Student Got Heart Attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે.
Trending Photos

ઘણી વખતે એવી ઘટનાઓ સામે આવી છે જેમાં લગ્નમાં ડાન્સ કરતા કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય તો કોઈને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ અટેક આવે. આવી જ વધુ એક ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાંથી સામે આવી છે જ્યાં એક 17 વર્ષના વિદ્યાર્થીને શાળામાં પ્રાર્થના કરતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું.
આ પણ વાંચો:
જાણવા મળતી માહિતી અનુસાર છત્તરપુર જિલ્લાના મહર્ષિ વિદ્યામંદિરમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા 17 વર્ષના છાત્ર સમર્થને પ્રાર્થના કરતી વખતે હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાર્થના ચાલતી હતી તે દરમિયાન સમર્થ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો. પ્રાર્થનામાં હાજર શિક્ષકોએ તુરંત જ તેને સીઆરપી આપ્યું પરંતુ તેમ છતાં સમર્થ ભાનમાં આવ્યો નહીં. શિક્ષકોએ વિદ્યાર્થીને તુરંત જ હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
જાણવા મળતી માહિતી અનુસાર સમર્થ રોજની જેમ જ શાળાએ જવા નીકળ્યો હતો. શાળામાં પહોંચીને તે અન્ય બાળકોની સાથે લાઈનમાં ઊભો રહી પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બેભાન થઈ ગયો. સમર્થ તેના પરિવારમાં સૌથી નાનો હતો. પરિવારના સૌથી નાના સંતાનનું હાર્ટ અટેક થી મોત થઈ જતા પરિજનોની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે