Zomato ડિલિવરી બોય પર મુક્કો મારવાનો આરોપ લગાવનારી યુવતી અચાનક શહેર છોડીને જતી રહી, જાણો કારણ

ઝોમેટો (Zomato) ના ડિલિવરી બોય અને બેંગલુરુની મહિલા કસ્ટમર વચ્ચે મારપીટ મામલે નવો વળાંક આવ્યો છે.

Zomato ડિલિવરી બોય પર મુક્કો મારવાનો આરોપ લગાવનારી યુવતી અચાનક શહેર છોડીને જતી રહી, જાણો કારણ

બેંગલુરુ: ઝોમેટો (Zomato) ના ડિલિવરી બોય અને બેંગલુરુની મહિલા કસ્ટમર વચ્ચે મારપીટ મામલે નવો વળાંક આવ્યો છે. હવે આ યુવતી હિતેશા ચંદ્રાણી (Hitesha Chandranee) એ બેંગલુરુ છોડી દીધુ છે. હિતેશાએ સોશિયલ મીડિયા પર એડ્રસ લીક થયા બાદ સુરક્ષા કારણોસર આ નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે હિતેશાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો હતો કે ઓર્ડર લેવાની ના પાડી દેતા ઝોમેટો ડિલિવરી બોયે તેના પર હુમલો કર્યો હતો. 

હિતેશાએ આ કારણે છોડ્યું બેંગલુરુ
ધ ન્યૂઝ મિનિટના રિપોર્ટ મુજબ બેંગલુરુ ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ કુમારે કહ્યું કે જ્યારે અમે તેના ઘરે ગયા તો તેણે દરવાજો ખોલ્યો નહી. એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું કે હિતેશા બેંગલુરુમાં રહેતા ડરી રહી હતી. કારણ કે લોકો એફઆઈઆર વિશે વાત કરવા માટે તેના ઘરે  આવી શકે છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસથી સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર થઈ રહ્યા છે જેમાં હિતેશાના બેંગલુરુના ઘરનું એડ્રસ જણાવવામાં આવી રહ્યું છે. 

ડિલિવરી બોયે હિતેશા પર કર્યો કેસ
આ અગાઉ ઝોમેટોના ડિલિવરી બોય કામરાજની ફરિયાદ પર હિતેશા ચંદ્રાણી (Hitesha Chandranee) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કામરાજની ફરિયાદ પર બેંગલુરુના ઈલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં હિતેશા ચંદ્રાણી વિરુદ્ધ આઈપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (અપરાધિક ધમકી) હેઠળ કેસ દાખલ કરાયો છે. આ બાજુ હિતેશાના આરોપ બાદ પોલીસે કામરાજની પણ ધરપકડ કરી હતી. 

શું છે મામલો
અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં રહેતી હિતેશા ચંદ્રાણીએ 9 માર્ચ ના રોજ બપોરે 3.30 વાગે ઓર્ડર પ્લેસ કર્યો હતો. પરંતુ તેને આ ઓર્ડર 4.30 વાગે મળ્યો. ઓર્ડર ટાઈમ પર મળ્યો નહીં. આથી તેણે કસ્ટમર સપોર્ટમાં ફોન કર્યો અને તેમને કહ્યું કે કાં તો તેઓ પૈસા પાછા આપે અથવા તો ઓર્ડર સંપૂર્ણ રીતે કેન્સલ કરી નાખે. હિતેશાએ કહ્યું કે જ્યારે તેણે ડિલિવરી બોયને કહ્યું કે ઓર્ડર કેન્સલ કરવાનો છે કે કોમ્પ્લિમેન્ટરી કરવાનો છે અને તે તેના કન્ફર્મેશનની રાહ જોઈ રહી હતી ત્યારે ડિલિવરી બોય તેના પર બૂમો પાડવા લાગ્યો અને ઓર્ડર પાછો લઈ જવાની ના પાડી દીધી. 

હિતેશાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે ડિલિવરી બોયને જ્યારે રાહ જોવાની કહી તો તે ખુબ એગ્રેસીવ થઈ ગયો હતો અને ગુસ્સામાં તેના પર બૂમો પાડવા લાગ્યો. તે ડરી ગઈ અને તેણે દરવાજો બંધ કરવાની કોશિશ કરી. એટલામાં ડિલિવરી બોય જબરદસ્તીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને તેના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. ત્યારબાદ તે ઓર્ડર લઈને ભાગી ગયો. ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં ચંદ્રાણીએ જણાવ્યું છે કે તેણે બૂમો પાડી પણ તેના પાડોશીઓ તેની મદદે આવ્યા નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news