મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું 'મિશન ચંદ્રયાન નવા ભારતની સ્પિરિટનું પ્રતિક'

Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 104મો એપિસોડ હતો. આ દરમિયાન પીએમ મોદીએ મિશન ચંદ્રયાન-3 ની સફળતા જી-20 ને લઇને વાત કરી. 

મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું 'મિશન ચંદ્રયાન નવા ભારતની સ્પિરિટનું પ્રતિક'

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આજે 27મી ઓગસ્ટે કાર્યક્રમનો 104મો એપિસોડ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મિશન ચંદ્રયાન એ ન્યૂ ઈન્ડિયાની ભાવનાનું પ્રતિક છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી.

પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાનની સફળતા ઘણી મોટી છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. ચંદ્રયાનની સફળતાએ બતાવ્યું છે કે સફળતાના કેટલાક સૂર્ય ચંદ્ર પર પણ ઉગે છે. ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતિક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.

'ચંદ્રયાન નારીશક્તિનું જીવંત ઉદાહરણ'
તેમણે કહ્યું કે આ મિશન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સીધી રીતે સામેલ થઈ છે. પીએમ મોદીએ કહ્યું, ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યાને પણ પડકાર આપી રહી છે. જ્યારે દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય છે તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમની કવિતા વાંચી

આસમાન મેં સિર ઉઠાકર
ઘને બાદલો કો ચીરકર
રોશની કા સંકલ્પ લે
અભી તો સૂરજ ઉગા હૈ
દ્રઢ નિશ્વય કે સાથે ચલકર
હર મુશ્કિલ કો પાર કર
ઘોર અંધેરે કો મિટાને
અભી તો સૂરજ ઉગા હૈ

પીએમ મોદીએ કહ્યું- ભારત જી-20 માટે તૈયાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સપ્ટેમ્બર મહિનો ભારતની ક્ષમતાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી G-20 લીડર્સ સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. G-20 કોન્ફરન્સના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે.

પીએમ મોદીએ કહ્યું કે તેમની અધ્યક્ષતા દરમિયાન ભારતે G-20ને વધુ સમાવિષ્ટ ફોરમ બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર જ આફ્રિકન યુનિયન પણ G-20માં સામેલ થયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સુધી પહોંચ્યો.

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની સફળતાનો કર્યો ઉલ્લેખ 
પીએમ મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા જ ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી. આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ ગેમ્સમાં રહ્યું છે. અમારા ખેલાડીઓએ કુલ 26 મેડલ જીત્યા જેમાંથી 11 ગોલ્ડ મેડલ હતા. તેમણે કહ્યું, તમને જાણીને આનંદ થશે કે 1959થી આયોજિત વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં જીતેલા તમામ મેડલને ઉમેરવામાં આવે તો પણ આ સંખ્યા માત્ર 18 પર પહોંચી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news