અડધી રાતે મહિલાને પાડોશીની બાલ્કનીમાં ભૂત દેખાયું, ચૂપચાપ મહિલાએ ઉતારી લીધો વીડિયો
Haunted Place In canada : મહિલાએ ખુદ ભૂતના અનુભવની આખી ઘટના વર્ણવી હતી. તેણે વીડિયોમાં આ આખી ઘટના કેદ પણ કરી છે
Trending Photos
Viral News : સોશિયલ મીડિયા પર અવનવુ વાયરલ થઈ રહ્યું છે. તેમાં પણ લોકોને ભૂતની ઘટનાઓ, ભૂતના વીડિયોમાં વધુ રસ પડે છે. તો ક્યારેક લોકો ડર ડરમાં એવા વહેમ પાળી લે છે કે બાદમાં તેઓ હસી પડે છે. હાલ એવો જ એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાએ અડધી રાતે સામેના મકાનની બાલ્કનીમાં એવુ કંઈક જોયું કે તેના પગતળેથી જમીન સરકી ગઈ. અડધી રાતે મહિલા એવી ડરી ગઈ કે, ડરના માર્યે તેને પરસેવો છૂટી ગયો. એટલુ જ નહિ, તેને હનુમાન ચાલીસા રાતોરાત ગાવી પડી. મહિલાએ ખુદ આ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો.
પાડોશીના ગાઉનને સમજી લીધુ ભૂત
મજેદાર છે આ કિસ્સો. જેમાં મહિલાએ ખુદ આખી ઘટના વર્ણવી હતી. તેણે વીડિયોમાં આ આખી ઘટના કેદ પણ કરી છે. તેણે જણાવ્યું કે, તેને એક રાત ઊંઘ આવી ન રહી હતી. તેથી તે પથારીમાંથી ઉઠીને બાલ્કનીમાં આવી ગઈ હતી. પરંતુ બાલ્કનીમાં આવતા જ તેની નજર સામેના મકાનની બાલ્કની પર ગઈ હતી. જ્યાં નજર કરતા જ તેને ડર લાગવા લાગ્યો. હવામાં કંઈક હલનચલન થઈ રહ્યુ હતું. મહિલા તો એટલી ડરી ગઈ કે, બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસી ગઈ અને તેણે હનુમાન ચાલીસા મનોમન બોલવાનુ શરૂ કર્યું. તેની આખી રાત ડરમાં વિતી હતી.
'सच में ऐसे कपड़े कौन सुखाता है भाई'....! pic.twitter.com/TJqi4M0QQc
— Versha Singh (@Vershasingh26) August 22, 2023
પરંતું જેમ મહિલાએ સવાર પડતા ફરી બાલ્કનીમાં નજર કરી તો, તેને સમજાયું કે હકીકતમાં તે ભૂત ન હતુ. પરંતું હેંગરમાં સૂકવવા લટાકાવેલો ગાઉન હતો. મહિલા આખી રાત ગાઉનને ભૂત સમજીને ડરી રહી હતી. આ કારણે તેને ઊઁઘ પણ ન આવી.
ગાઉનને ભૂત સમજીને ડરનાર મહિલાએ પોતાનો આ અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સાથે જ તેણે દિવસે હેંગર પર લટકતા ગાઉનનો વીડિયો પણ શેર કર્યો હતો. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. comedynation.teb નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલ આ વીડિયો જોવા મળી રહ્યો છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે તેની માહિતી મળી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે