NTPC Recruitment 2022: એનટીપીસીમાં 55 એગ્ઝીક્યૂટીવના પદ માટે ભરતી, આ રીતે કરો અરજી

NTPC Recruitment 2022: એનટીપીસીમાં 55 એગ્ઝીક્યૂટીવના પદ માટે ભરતી, આ રીતે કરો અરજી

નવી દિલ્લીઃ એનટીપીસીએ વિવિધ 55 પદો માટે આવેદન પત્ર મંગાવ્યા છે. આ ભરતી પ્રક્રિયાથી 55 એગ્ઝીક્યૂટીવ પદો માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં, 50 એગ્ઝીક્યૂટીવ (કમ્બાઈન્ડ સાઈકલ પાવર પ્લાન્ટ) માટે, 4 એગ્ઝીક્યૂટીવ (ઓપરેશન - પાવર ટ્રેડિંગ) માટે અને એગ્ઝીક્યૂટીવ (બીડી પાવર ટ્રેડિંગ) માટે છે.આ રીતે કરો અપ્લાયઃ
1. એનટીપીસીની ઓફિસિયલ વેબસાઈટ www.ntpc.co.in ઉમેદવારોનો પગાર દર મહિને 90 હજાર રૂપિયા રહેશે અને તેના સિવાય તેમને આવાસનું ભથ્થુ, રિટેન્શન લાભ, પોતાના અને પોતાના પરિવાર માટે સ્વાસ્થય સંબંધિ સુવિધા પણ મેળવી શકશે.પર જાઓ.
2. કરિયર પેજ પર જાઓ.
3. એપ્લિકેશન ફોર્મ ભરી, તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
4. એપ્લિકેશન ફોર્મ ડાઉન્લોડ કરો અને તેની એક કોપી પોતાની પાસે ભવિષ્ય માટે રાખો.શૈક્ષણિક લાયકાતઃ
કમ્બાઈન્ડ સાઈકલ પાવર પ્લાન્ટ માટેઃ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રીકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ અથવા ઈન્સટ્રુમેન્ટેશનની એન્જિનિયરિંગ ભણેલા ઉમેદવારો અપ્લાય કરી શકે છે. તેમાં પણ ઓછામાં ઓછા 60 ટકા માર્કસ ધરાવતા ઉમેદવારો જ આવેદન કરી શકે છે.

આવશ્યક અનુભવઃ
100 મેગાવોટ અથવા તેનાથી વધુ વાળા કમ્બાઈન્ડ સાઈકલ પ્રોજેક્ટ અથવા પ્લાન્ટમાં ડિઝાઈનિંગ અથવા નિર્માણ અથવા સંચાલનનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉમેદવારોએ ધ્યાન રાખવાનું રહેશે કે તેમણે શિફ્ટમાં કામ કરવાનું રહેશે અને તેમની પોસ્ટિંગ આવશ્યકતાના આધારે ગમે ત્યાં કરવામાં આવી શકે છે.  ઓપરેશન - પાવર ટ્રેડિંગ માટેઃ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રીકલ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં 60 માર્ક્સ લાવનાર અરજી કરી શકે છે.
આવશ્યક અનુભવઃ પાવર ટ્રેડિંગના સિસ્ટમ ઓપરેશન, રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટરમાં પાવર શેડ્યુલિંગ, અલગ-અલગ ભાગોમાં પાવર એક્સચેન્જના વિડિંગમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉમેદવારોએ ધ્યાન રાખવાનું રહેશે કે તેમણે શિફ્ટમાં કામ કરવાનું રહેશે.બીડી પાવર ટ્રેડિંગ માટેઃ
કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રીકલ અથવા મિકેનિકલ એન્જિયરિંગમાં ઓછામાં 60 ટકાથી પાસ થયેલા લોકો જ ઉમેદવારી કરી શકે છે.
આવશ્યક અનુભવઃ પાવર ટ્રેડિંગના સિસ્ટમ ઓપરેશન અથવા બિઝનેસ ડેવલોપમેન્ટમાં ઓછોમાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.એપ્લિકેશન ફી:
જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ એપ્લિકેશન ફિ 300 રૂપિયા છે. જ્યારે, ઈડબ્લુએસ ઉમેદવારો માટે પણ 300 રૂપિયા ફિ છે. જ્યારે, એસસી/એસટી/પીડ્બ્લુબીડી/એક્સએસમ/ વર્ગની મહિલા ઉમેદવારોએ ફિ આપવાની જરૂર નથી.ઉંમરઃ
35 વર્ષ સુધીના ઉમેદાવરો આવેદન કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news