Railway Recruitment 2021: રેલવેમાં ઓનલાઇન ઇન્ટરવ્યૂથી થશે સીધી ભરતી, 95 હજાર સુધી મળશે પગાર

Railway Recruitment 2021, Sarkari Naukri 2021: રેલવેમાં નોકરી (Southern Railway Paramedical Staff Recruitment) ના ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ scr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. 
 

Railway Recruitment 2021: રેલવેમાં ઓનલાઇન ઇન્ટરવ્યૂથી થશે સીધી ભરતી, 95 હજાર સુધી મળશે પગાર

નવી દિલ્હીઃ રેલવેમાં નોકરી  (Sarkari Naukri) ની આનાથી સારી તક ફરી નહીં મળે. સાઉથ સેન્ટ્રલ રેલવે ( SCR) એ મેડિકલ સ્ટાફની ભરતી (SCR Recruitment 2021) માટે અરજી મંગાવી છે. રેલવેમાં નોકરી (Southern Railway Paramedical Staff Recruitment) ના ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ scr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. 

સત્તાવાર નોટિફિકેશન
જારી નોટિફિકેશન (Railway Recruitment 2021 Notification) અનુસાર, આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 60 પદો પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પદો પર અરજીની છેલ્લી તારીખ 27 એપ્રિલ, 2021 છે. ઉમેદવાર અરજી પહેલા નોટિફિકેશન જરૂરથી વાંચો. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોની પસંદગી ઓનલાઇન/ટેલિફોનિક ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.  

Railway Recruitment 2021: વિગતવાર માહિતી
સ્પેશિયાલિસ્ટ ડોક્ટર - 01 પદ
કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રોક્ટિશનર - 13 પદ
નર્સિંગ સિસ્ટર - 21 પદ
ફાર્માનિસ્ટ - 02 પદ
હોસ્પિટલ અન્ડેડેન્ટસ- 23 પદ
કુલ જગ્યા - 60 પદ

SCR Recruitment 2021​: પગાર
તમને જણાવી દઈએ કે બધા પદો પર વેતન (Railway Recruitment 2021 Salary) અલગ-અલગ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવારોને  21,419/- રૂપિયાથી 95,000/- રૂપિયા સુધી માસિક વેતન મળશે. 

Railway Recruitment 2021: પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઇન-ટેલિફોનિક ઇન્ટર્વૂયના માધ્યમથી કરવામાં આવશે. કોરોના મહામારીને જોતા લેખિત પરીક્ષા કે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂનું આયોજન થશે નહીં. ઓનલાઇન ઇન્ટરવ્યૂની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. તેની જાણકારી ઉમેદવારોના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઇમેલ પર મોકલવામાં આવશે. 

Railway Recruitment 2021: સત્તાવાર લિંક
સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે આ લિંક https://scr.indianrailways.gov.in/uploads/files/1619094747245-Contract%2... પર વિઝિટ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news