તમારો પગાર વધે તેવી જાહેરાત, ગુજરાતના 2 કરોડ લોકોને તગડો ફાયદો થશે
gujarat workers wage increased : ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે
Trending Photos
Big Decision : રાજય સરકાર દ્વારા લધુતમ વેતનમાં વધારો કર્યો છે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી શ્રમિકોના વેતનમાં સીધો 25 ટકાનો સીધો ફાયદો થયો છે. તેમના માસિક વેતનમાં રૂપિયા ૨૪૩૬.૨૦નો વધારો કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી રાજ્યભરના ઉદ્યોગોમાં કરતા 2 કરોડ જેટલા શ્રમિકોને તગડો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
શ્રમિક કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકા, સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન ૯,૮૮૭.૮૦ થી વધારો ૧૨,૩૨૪ કરવામાં આવ્યો છે. શ્રમિકોના વેતનમાં ૨૪.૬૩ ટકાનો વધારો કરાયો છે. કુશળ શ્રમિકને માસિક વેતન ૯,૬૫૩.૮૦ થી વધારો કરી ૧૧,૯૮૬ કરવામાં આવ્યો છે. નગરપાલિકા અને સ્થાનિકતા મંડળમાં મહાનગરપાલિકામા કુશળ શ્રમિકોને માસિક વેતન ૯,૬૫૩.૮૦ હતો તેની જગ્યાએ ૧૨,૦૧૨ કરવામાં આવ્યો છે. ૨,૩૫૮.૨૦ નો માસિક વધારો કરવામાં આવ્યો છે. જે ૨૪.૪૧ ટકાનો વધારો છે. નગરપાલિકા વિસ્તારમાં માસિક વેતન 9,887 હતું જેમાં 2436 નો વધારો કરી ને 12324 કરવામાં આવ્યું.લઘુતમ વેતન મા 24.63 ટકા નો વધારો કરવામાં આવ્યો.
અર્ધ કુશળ શ્રમિકોને રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને કુશળ શ્રમિકને માસિક વેતન માસિક વેતન રૂ.૧૧,૯૮૬/- મળશે. એટલે કે તેમાં રૂ.૨,૩૩૨.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૧૫ ટકાનો વધારો થાય છે.
બિન સ્થાને કુશળ શ્રમિકને માસિક વેતન રૂા.૯,૪૪૫.૮૦/- મળે છે. તેના માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે.
કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે. તેના સ્થાને માસિક વેતન રૂ.૧૨,૦૧૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૫૮.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૨ ટકાનો વધારો થાય છે.
આ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.૯,૪૪૫.૮૦/- ના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે. એટલે કે તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૨૩૭.૮૦/- મળે છે. તેના સ્થાને રૂ.૧૧,૪૬૬/- મળશે. એટલે કે રૂ.૨,૨૨૮.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૨ ટકાનો વધારો થાય છે.
આમ, આ સરકારે શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરેલ છે.શ્રમિકોના લઘુત્તમ વેતન નક્કી કરવા માટે ૧૫મી ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં વિવિધ માપદંડો નક્કી કરવામાં આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે