Samudra Shastra: આવી ગરદન ધરાવતી મહિલાઓ હોય છે અત્યંત ચાલબાઝ! બીજે ચક્કર ચલાવી પતિને દગો પણ કરી શકે
સમુદ્ર શાસ્ત્રમાં સમગ્ર શરીરના અંગોના આકાર અને પ્રકાર વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે. ગળું પણ શરીરના આવા જ અંગોમાંથી એક છે. સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રીઓના ગળા વિશેષ યોગ્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે.
Trending Photos
સમુદ્ર શાસ્ત્રમાં સમગ્ર શરીરના અંગોના આકાર અને પ્રકાર વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે. ગળું પણ શરીરના આવા જ અંગોમાંથી એક છે. સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રીઓના ગળા વિશેષ યોગ્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે કયા આકાર અને પ્રકાર તથા રેખાઓવાળી ગળું ધરાવતી સ્ત્રીઓનો સ્વભાવ કેવો અને ભવિષ્ય કેવું હોય છે. તમે પણ જાણો આ રોચક વાતો...
ग्रीवा च कम्बुनिचितार्थसुखानि दत्ते (बृहत्संहिता)
कठिनारोमशा शस्ता मृदु्ग्रीव व कम्बुभा।। (गरुड़पुराण)
અર્થ- જે મહિલાઓની ગરદન વાંકી હોય તે ચાલબાજ હોય છે. જે સ્ત્રીની ગરદન ચાલતી વખતે આમ તેમ મટકાતી રહે તેના ચરિત્રમાં દોષ હોય છે. લગ્ન પછી તેમના અન્ય પુરુષો સાથે સંબંધ હોઈ શકે છે.
ह्लस्वयातिनि:स्वता दीर्घया कुलक्षय:।
ग्रीवया पृथूत्थ्या योषित: प्रचण्डता।। (वराहमिहिर)
અર્થ- જે સ્ત્રીઓનું ગળું સામાન્ય કરતા વધુ મોટું હોય તે ખુબ ગુસ્સાવાળી હોય છે. ગુસ્સામાં તે ગમે તેના પર હુમલો કરી શકે છે. તેમનો પરિવાર ખુબ દુખી રહેતો હોય છે. આવી મહિલાઓ ક્યારેય સુખી અને સમૃદ્ધ રહી શકતી નથી.
આ વાતો પણ ખાસ જાણો...
1. સૌભાગ્યશાળી મહિલાઓની ગરદન સુરાહી જેવી હોય છે. આવી છોકરીઓ પોતાના જીવનમાં બધા સુખ મેળવે છે. સમાજમાં તેમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. લવ લાઈફ પણ સારી રહે છે.
2. જે સ્ત્રીઓની ગરદન સામાન્ય કરતા થોડી મોટી હોય તેમનું જીવન પણ સુખમય રહે છે. તેમને પુત્ર સુખ મળે છે. પતિ તેમની દરેક વાત માને છે. તેમની પાસે સુખ સુવિધાની દરેક ચીજ હોય છે.
3. જે સ્ત્રીઓની ગરદન સામાન્ય કરતા થોડી નાની હોય તેમનું જીવન ખુબ દુખમાં વીતે છે. ધનનો અભાવ રહે છે. તેમને અલગ અલગ ક્ષેત્રોમાં અનેકવાર નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે.
4. સમુદ્ર શાસ્ત્ર મુજબ મહિલાઓની ગરદનની પાછળની બાજુ વાળ હોવા એ શુભ નથી ગણાતું. તેનાથી જીવનમાં વારંવાર પરેશાનીઓ આવે છે. તેમનો સ્વભાવ કઠોર હોય છે.
ગળા પર રેખાઓ અને તેનું ફળ
1. જે સ્ત્રીના ગળામાં 3 રેખાઓ હોય તે ખુબ શુભ ગણાય છે. આવી સ્ત્રીઓ પતિવ્રતા હોય છે અને પોતાની વાણી તથા દક્ષતાથી ઘર પરિવારને ખુશ રાખે છે. તેમનું જીવન સુખમય રહે છે.
2. જો કોઈ મહિલાના ગળામાં 2 રેખાઓ હોય તો તેને ધન, બુદ્ધિ, અને મોટું પદ મળે છે. તેમની પાસે ખુબ સોનું હોય છે. પરિવાર અને સમાજમાં તેમને વિશેષ માન સન્માન મળે છે.
3. જે મહિલાના ગળામાં એક જ રેખા હોય તેને કમનસીબ માનવામાં આવે છે. તેમનું જીવન ધનની કમીમાં પસાર થાય છે અને તેઓ હંમેશા બીમાર રહે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે