Best Tourist Destinations of June: જૂનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આ 4 ડેસ્ટિનેશન્સ છે બેસ્ટ

હરવા ફરવાના શોખીનો માટે આ આર્ટિકલ ખુબ જ કામનો છે. કારણકે, જો તમારે જૂનમાં ફરવા જવાનો પ્લાન હોય તો પ્લેસ શોધવાની જરૂર નહીં પડે આ રહ્યું લીસ્ટ.

Best Tourist Destinations of June: જૂનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આ 4 ડેસ્ટિનેશન્સ છે બેસ્ટ

નવી દિલ્લીઃ ભારતના આ 4 સ્થળ જૂનમાં ફરવા માટે છે બેસ્ટ. જૂન મહિનામાં તમે પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે તમે જૂન મહિનામાં ક્યાં ક્યાં ફરવા જઈ શકો છો. એમ પણ હાલ ગરમી પડી રહી છે તો આ વાતાવરણમાં ઠંડા સ્થળોએ ફરવાની વધારે મજા આવશે. ત્યારે અમે તમને જણાવીશું એવા 4 સ્થળો જ્યાં ફરીને તમારો મૂડ ફ્રેશ થઈ જશે. 

1. મનાલી, હિમાચલ પ્રદેશ-
આ જૂન મહિનામાં તમે પરિવાર અને મિત્રો સાથે મનાલી ફરવા જઈ શકો છો. હિમાચલ પ્રદેશમાં આવેલું મનાલી ફેમસ અને ટૂરિસ્ટનું મોસ્ટ ફેવરિટ સ્થળ છે. ગરમીમાં અહીં દૂર દૂરથી લોકો ફરવા માટે આવે છે. કેમ કે, મનાલીનું વાતાવરણ અતિ સુંદર હોય છે. જેથી તમે રજાઓને ત્યાં સારી રીતે એન્જોય કરી શકો છો. 

2. નૈનીતાલ, ઉત્તરાખંડ-
નૈનીતાલએ ઝરણાઓનું શહેર છે. ત્યાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. નૈનીતાલમાં તમે બોટિંગ કરી શકો છો, પક્ષીઘર જોઈ શકો છો. આ સાથે સુંદર નજારાને માણી શકો છો. ત્યાના ઠંડા રસ્તા પર ફરવાની મજા જ કંઈક અલગ છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો નૈનિતાલ આવે છે. જૂન મહિનામાં ફરવા માટે આ બેસ્ટ પ્લેસ રહેશે. 

3. ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ-
હિમાચલ પ્રદેશમાં આવેલું ડેલહાઉસી ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમે જૂનમાં ત્યાં પરિવાર-મિત્રો સાથે ફરવા જઈ શકો છો. ડેલહાઉલીમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે. જેને તમે એક્સપ્લોર કરી શકો છો. ત્યાં ઉંચા ઉંચા પહાડો, નદીઓ અને ઝરણાંની મજા લઈ શકો છો. સાથે જ જંગલમાં ટ્રેકિંગ કરી શકો છો. 

4. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ-
દેશના સૌથી સારા હિલસ્ટેશનમાંથી એક છે દાર્જલિંગ. તમે રજાઓ માણવા માટે દાર્જલિંગ જઈ શકો છો. દાર્જલિંગની સુંદરતા લોકોનું મન મોહી લે છે. ત્યાનું પ્રાકૃતિક સૌંદર્ય, ચાના બગીચા, પ્રાચીન મઠ અને સુંદર ટોય ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news