Investment Tips for Homemakers: માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા

ગૃહિણીઓ ઘણીવાર તેમની બચત ઘરે રાખે છે અને જ્યારે પૈસા એકઠા થાય છે, ત્યારે તે ક્યાંક ખર્ચવામાં આવે છે. પરંતુ જો તે દર મહિને માત્ર 500 રૂપિયાનું રોકાણ કરે છે, તો તે પોતાના માટે 5,00,000 રૂપિયા સુધીનો ઉમેરો કરી શકે છે.

Investment Tips for Homemakers: માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા

નવી દિલ્હીઃ ગૃહિણીઓને દર મહિને પગાર મળતો નથી, તેથી તેમની પાસે ગમે તેટલા પૈસા હોય, તેઓ વારંવાર પોતાના બટવામાં ભેગા કરે છે અને તે પૈસા ક્યાંક ખર્ચાઈ જાય છે. પરંતુ જો તે બટવામાં મુકવાને બદલે, તેઓ થોડી રકમ પણ રોકાણ કરે છે, તો તેઓ ઘરે બેઠા લાખો રૂપિયા બનાવી શકો છો. આજના સમયમાં આવી ઘણી બધી સ્કીમો છે જે લાંબા ગાળે સારું વળતર આપે છે અને તેમાં રોકાણ કરવા તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમામ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકાય છે. ઓનલાઈન સુવિધા મેળવવા માટે, તમારી પાસે એક બેંક ખાતું હોવું જરૂરી છે કારણ કે દર મહિને આ ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જાય છે. જો તમે દર મહિને માત્ર 500 રૂપિયાની બચત કરો છો અને રોકાણ કરો છો, તો તમે થોડા વર્ષોમાં 5,00,000 રૂપિયા સુધી ઉમેરી શકો છો.

કઈ જગ્યાએ કરવું પડશે રોકાણ?
500 રૂપિયા એટલી નાની રકમ છે, જેને કોઈપણ સરળતાથી બચાવી શકે છે. મહિલાઓ માત્ર 500 રૂપિયા દર મહિને SIP માં લગાવે તો કેટલાક વર્ષોમાં લાખોની માલકિન બની જશે. SIP દ્વારા મ્યૂચુઅલ ફંડમાં પૈસા રોકાણ કરવામાં આવે છે. તેમાં લોન્ગ ટર્મમાં એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવ્યું છે, જે અન્ય કોઈપણ સ્કીમના મુકાબલે ખુબ સારૂ છે. 

કેટલા વર્ષોમાં ભેગા થઈ જશે 5 લાખ?
500 રૂપિયાની રકમને જો મહિલાઓ 20 વર્ષ સુધી રોકાણ કરો તો તે કુલ 1,20,000 રૂપિયાનું રોકાણ કરશે, પરંતુ તેના પર 12 ટકા રિટર્ન પ્રમાણે વ્યાજ   3,79,574  રૂપિયા મળશે. તેવામાં ઇન્વેસ્ટેડ અમાઉન્ટ અને વ્યાજ મળી કુલ 4,99,574 રૂપિયા બનશે એટલે કે આશરે 5 લાખ રૂપિયા મળશે. જો તમે 500 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયાનું દર મહિને રોકાણ કરો તો 12 ટકા રિટર્ન પ્રમાણે 5,04,576 રૂપિયા તમે 15 વર્ષોમાં ભેગા કરી લેશો અને 20 વર્ષમાં 1000ના સામાન્ય રોકાણથી 9,99,148 રૂપિયા ભેગા કરી લેશો. આ રીતે તમે ખુદ નાની બચત કરી ખુદને લખપતિ બનાવી શકો છો. 

(ડિસ્ક્લેમરઃ મ્યૂચુઅલ ફંડમાં રોકાણ બજારોના જોખમોને અધીન છે. રોકાણ કરતા પહેલા સ્વંય તપાસ કરો અથવા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news