Skin Care Tips: ઓછા પૈસામાં મેકઅપ રીમુવ કરવા અને સ્મૂથ સ્કિન મેળવવા અપનાવો આ ટિપ્સ

Remove Makeup From Face: મેકઅપ લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે તો બીજી તરફ જો તમે મેકઅપને યોગ્ય રીતે રીમુવ કરવામાં ન આવે તો તમને પિમ્પલ્સ, બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે. અહીં અમે તમને જણાવીશું કે મેકઅપ રીમુવ કરવા માટે તમે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો?

Skin Care Tips: ઓછા પૈસામાં મેકઅપ રીમુવ કરવા અને સ્મૂથ સ્કિન મેળવવા અપનાવો આ ટિપ્સ

Home Remedies To Remove Makeup: મોટાભાગે લોકો સુંદર દેખાવા માટે મેકઅપ કરે છે. મેકઅપ લગાવવાથી ચહેરો ખીલી ઉઠે છે. પરંતુ જો તમે યોગ્ય રીતે મેકઅપ રીમુવ ન કરો તો મેકઅપ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ સૂતા પહેલા મેકઅપ રીમુવ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં હાજર કેટલીક વસ્તુઓથી પણ તમે તમારો મેકઅપ રીમુવ કરી શકો છો. 

આ રીતે દૂર કરો મેકઅપ-

એલોવેરા
એલોવેરાના ફાયદા વિશે તો દરેક જણ જાણે છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે તમે મેકઅપ રીમુવ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે એલોવેરા જેલને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, આમ કરવાથી મેકઅપ સરળતાથી દૂર થઈ જશે અને ત્વચાને નુકસાન નહીં થાય.

નારિયેળ તેલ
નારિયેળ તેલ નેચરલ મેકઅપ રીમુવર છે.આનું કારણ એ છે કે નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે જે ત્વચાની અંદર જઈને ત્વચાને ક્લીન છે. બીજી તરફ, જો તમે નારિયેળના તેલથી તમારો મેકઅપ દૂર કરો છો, તો ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા નહી થાય. તેનાથી મેકઅપ દૂર કરવા માટે કોટન પેડમાં થોડું નારિયેળ તેલ લો અને તેને હળવા હાથે ચહેરા પર લગાવો, આમ કરવાથી મેકઅપ સરળતાથી દૂર થઈ જશે. તેથી મેકઅપ દૂર કરવા માટે તમે નારિયેળ તેલની મદદ લઈ શકો છો.

ઓલિવ ઓઈલ
મેકઅપ દૂર કરવા માટે તમે ઓલિવ ઓઈલની મદદ લઈ શકો છો. મેકઅપ દૂર કરવા માટે તમે કોટનમાં ઓલિવ લો અને તેની મદદથી મેકઅપ દૂર કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news