International Sex Workers Day 2023: દુનિયાના 10 એવા દેશ...જ્યાં કોડીના ભાવે થાય છે દેહનો વેપાર, જાણીને સ્તબ્ધ થશો
International Sex Workers Day 2021: સેક્સવર્કર્સના હકો વિશે જાગૃતતા ફેલાવવાના હેતુથી દુનિયાભરમાં આજનો દિવસ એટલે કે 2 જૂનનો દિવસ ઈન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે તરીકે ઉજવાય છે. જેથી કરીને તેઓ પણ અન્ય લોકોની જેમ જ સન્માનજનક જીવન જીવી શકે.
Trending Photos
International Sex Workers Day 2021: સેક્સવર્કર્સના હકો વિશે જાગૃતતા ફેલાવવાના હેતુથી દુનિયાભરમાં આજનો દિવસ એટલે કે 2 જૂનનો દિવસ ઈન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે તરીકે ઉજવાય છે. જેથી કરીને તેઓ પણ અન્ય લોકોની જેમ જ સન્માનજનક જીવન જીવી શકે. દુનિયાભરમાં ઈન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે ઉજવવાનું કારણ એ છે કે લગભગ 1970ના દાયકામાં ફ્રાન્સીસી પોલીસે કેટલાક સેક્સવર્કર્સને ગુપ્ત રીતે કામ કરવા મજબૂર કર્યા છે. ત્યારબાદ સેક્સ વર્કર્સની સુરક્ષામાં કમી આવી અને તેમના વિરુદ્ધ પહેલા કરતા વધુ હિંસા થવા લાગી. તેને સહન ન કરી શકવા અને અમાનવીય કામકાજી પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે વર્ષ 1975માં 2 જૂનના દિવસે લગભગ 10 વર્કર્સે ફ્રાન્સના લ્યોનમાં સેન્ટ નિઝિયર ચર્ચ પર કબજો કરી લીધો અને હડતાળ પર ઉતર્યા. ત્યારબાદ સેક્સ વર્કર્સે સરકાર સામે કામ કરવાની સારી સ્થિતિ અને કલંકને સમાપ્ત કરવાની માંગણી રજૂ કરી હતી. તેમણે આ પગલું પોતાના શોષણકારી જીવન સ્થિતિઓ મુદ્દે સરકાર પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ઉઠાવ્યો હતો. પરંતુ સમાજનું ખુલ્લેઆમ સમર્થન ન મળી શકવાના કારણે 10 જૂનના રોજ પોલીસબળો દ્વારા ચર્ચ પર હુમલો કરાયો અને હુમલાના લગભગ આઠ દિવસ બાદ ચર્ચને ખાલી કરાવાયું. પરંતુ પોલીસ દ્વારા આ કાર્યવાહીના કારણે સેક્સ વર્કર્સની આ મુહિમે મોટું સ્વરૂપ લીધુ અને એક રાષ્ટ્રીય આંદોલનને જન્મ આપ્યો. જે ફ્રાન્સથી શરૂ થઈને દુનિયાભરમાં ફેલાયું. ત્યારબાદ આ દિવસ ઈન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે તરીકે ઉજવવામાં આવવા લાગ્યો.
સેક્સ ટુરિઝમ તરીકે પ્રખ્યાત દેશો
દર વર્ષે દુનિયાના લગભગ 30 લાખ લોકો બીજા દેશોમાં જઈને સેક્સ વર્કર્સ સાથે સમય વીતાવતા હોય છે. અમે તમને આજે એવા 10 દેશો વિશે જણાવીશું જ્યાં મહિલાઓ અને પુરુષો બંને આ પ્રકારના બિઝનેસમાં સામેલ છે.
થાઈલેન્ડ
જ્યારે પણ સેક્સ ટુરિઝમની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ થાઈલેન્ડનું આવે છે. જ્યાં 30 લાખથી વધુ સેક્સ વર્કર્સ કામ કરે છે. અહીં દેહ વેપારને કાયદાકીય માન્યતા મળી છે.
બ્રાઝીલ
બ્રાઝીલમાં પણ સેક્સ વર્કર્સને કાયદાકીય સંરક્ષણ મળેલું છે. આથી રિયો ડિ જેનેરિયોથી લઈને અન્ય અનેક શહેરોમાં દારૂની સાથે સુંદરી પિરસવાનું ચલણ બધાને આકર્ષિત કરે છે.
નેધરલેન્ડ્સ
સેક્સ માટે દુનિયાભરમાં ભટકતા ટુરિસ્ટ માટે યુરોપનું સૌથી મશહૂર દશ નેધરલેન્ડ એટલે કે હોલેન્ડ છે. અહીં સસ્તા અને મોંઘા એમ બંને પ્રકારના સેક્સ વર્કર્સ સરળતાથી મળી જાય છે.
જર્મની
જર્મની પણ દેહ વેપારનું હબ ગણાય છે. અહીં 12મી સદીથી જ સેક્સ વર્કર્સનું જબરદસ્ત ચલણ રહ્યું છે. તેને કાનૂની દરજ્જો હાંસલ છે. આ માટે જાહેરખબર એજન્સીઓ કામ કરે છે.
કેન્યા
આફ્રીકાનો આ દેશઆમ તો ગરીબી માટે વધુ જાણીતો છે. પરંતુ કદાચ આ જ કારણ છે જેના લીધે અહીં દેહ વેપારનો ધંધો ખુબ ફૂલ્યો ફાલ્યો છે. બ્લેક બ્યુટીની શોધમાં ટુરિસ્ટ અહીં આવે છે.
સ્પેન
સ્પેન પણ દેહ વેપારનું મોટું સેન્ટર મનાય છે. અહીં મોટી સંખ્યામાં વેશ્યાલય હોવાના કારણે યુરોપના અન્ય દેશોની સરખામણીમાં સેક્સ વર્કર્સ સસ્તામાં મળે છે.
ફિલિપાઈન્સ
ફિલિપાઈન્સ સેક્સ ટુરિઝમના મામલે સમગ્ર દુનિયાને ચોંકાવે છે. આમ તો અહીં દેહ વેપાર કાયદાની રીતે જોઈએ તો ગેરકાયદેસર છે. આમ છતાં અહીં લગભગ 50 લાખ કરતા વધુ સેક્સવર્કર્સ છે.
કંબોડિયા
દક્ષિણ પૂર્વ એશિયામાં આવતું કંબોડિયા પણ સેક્સ ટુરિઝમની રીતે આશ્ચર્યચકિત કરે છે. અહીં દેહવેપાર પર કાયદાનો પ્રતિબંધ છે પરંતુ અહીં સેક્સનો કારોબાર ખુબ ચાલે છે. અહીં સેક્સ વર્કર્સ થાઈલેન્ડ કરતા પણ સસ્તામાં મળે છે.
ડોમિનિકન રિપબ્લિક
ગરીબીના કારણે દેહ વેપારને અપનાવનારા કેરેબિયન દેશોમાં ડોમિનિકલ રિપબ્લિકનું નામ સૌથી ઉપર આવે છે. અહીં લગભગ એક લાખ મહિલાઓ પોતાનો દેહ વેચીને ગુજરાન ચલાવે છે.
જમૈકા
આ કેરેબિયન દશની ઈકોનોમી પણ સેક્સ ટુરિઝમ પર વધુ નિર્ભર કરે છે. અહીં પુરુષ સેક્સ વર્કર્સ પણ સરળતાથી મળી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે