Holi 2024: હોળી રમવા ઘરે જ બનાવો ફુલમાંથી નેચરલ રંગ, સ્કીન, આંખ અને વાળને નહીં કરે નુકસાન
Homemade Holi colors: હોળી રમવા માટે તમે ઘરે જ પ્રાકૃતિક રંગ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ રંગ તમારી સ્કિન આંખ કે વાળને કોઈ નુકસાન નહીં કરે. આ રંગને સાફ કરવામાં વધારે પાણીની જરૂર પણ નહીં પડે. તમે ઘરે સરળતાથી કેટલાક ફૂલોની મદદથી નેચરલ રંગ તૈયાર કરી શકો છો
Trending Photos
Homemade Holi colors: ગણતરીના દિવસોમાં હોળીનો તહેવાર આવી જશે. હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી હોય છે. હોળીનો તહેવાર રંગ ગુલાલનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાડીને તહેવારની ઉજવણી કરે છે. માર્કેટમાં અત્યારથી જ હોળીના રંગો પણ દેખાવા લાગ્યા છે. પરંતુ ઘણા લોકોને હોળી રમવામાં એક ચિંતા સતાવે છે કે કેમિકલ યુક્ત રંગથી તેમની સ્કીન, આંખ અને વાળ ડેમેજ થઈ જશે. જો તમને આવી ચિંતા સતાવતી હોય તો આ વખતે તમે ચિંતા મુક્ત થઈને હોળી રમી શકો છો.
હોળી રમવા માટે તમે ઘરે જ પ્રાકૃતિક રંગ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ રંગ તમારી સ્કિન આંખ કે વાળને કોઈ નુકસાન નહીં કરે. આ રંગને સાફ કરવામાં વધારે પાણીની જરૂર પણ નહીં પડે. તમે ઘરે સરળતાથી કેટલાક ફૂલોની મદદથી નેચરલ રંગ તૈયાર કરી શકો છો. તો ચાલો તમને પણ જણાવીએ કે કયા કયા ફૂલથી હોળીના રંગ તૈયાર કરી શકાય છે.
- અપરાજિતાના બ્લુ રંગના સુંદર ફુલની મદદથી તમે બ્લુ ગુલાલ બનાવી શકો છો. નેચરલ ગુલાલમાં આ ફૂલને મિક્સ કરવાથી બ્લુ ગુલાલ બનાવી શકો છો અથવા તો તેને પાણીમાં મિક્સ કરીને બ્લુ કલરનો રંગ તૈયાર કરી શકો છો.
- ગલગોટાના પીળા અને કેસરી ફૂલથી પણ સુંદર કલર બની શકે છે. આ ફૂલ ખુબ જ સરળતાથી તમને મળી પણ જશે. પૂજામાં ઉપયોગ થયેલા આ ફૂલ નો પણ તમે રંગ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. તેના માટે રાત્રે પાણીમાં ગલગોટા ના ફૂલની પાંદડીઓને પલાળી દેવી. સવાર સુધીમાં પીળો અને કેસરી રંગ તૈયાર થઈ જશે.
- જાસૂદના ફૂલમાં સૌથી વધુ રંગ હોય છે તમે તેનાથી અલગ અલગ રંગ પણ બનાવી શકો છો. આ ફુલને સુકવીને પણ રંગ બનાવી શકાય છે અને તમે તેને પાણીમાં પલાળીને ગુલાબી, પીળો અને સફેદ રંગ બનાવી શકો છો.
- ગુલાબની મદદથી પણ હોળી માટેના રંગ બનાવી શકાય છે. ગુલાબથી બનેલા રંગમાં સુગંધ પણ આવે છે અને અલગ અલગ કલર પણ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે