Onion Raita:હીટ સ્ટ્રોકથી બચવા માટે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ડુંગળીનું રાયતુ, જુઓ રેસીપી

Onion Raita: અહીં જાણો ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે  ટેસ્ટી અને હેલ્ધી ડુંગળીનું રાયતુ કેવી રીતે બનાવવુ..

Onion Raita:હીટ સ્ટ્રોકથી બચવા માટે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ડુંગળીનું રાયતુ, જુઓ રેસીપી

Easy Onion Raita Recipe: ઉનાળાની ઋતુમાં લોકો ઘરની બહાર નીકળતી વખતે ખિસ્સામાં નાની ડુંગળી રાખે છે. ડુંગળી રાખવાથી વ્યક્તિને હીટ સ્ટ્રોકનો અનુભવ થતો નથી.જો તમે તડકાથી તમારી અને તમારા પરિવારની વધારાની કાળજી લેવા માંગતા હો, તો તમે ભોજનમાં ડુંગળીનું રાયતુ અજમાવી શકો છો. રાયતાની ઘણી જાતો ભારતીય ઘરોમાં પ્રખ્યાત છે, જેને લોકો ઉનાળામાં લંચ અથવા ડિનરમાં ખાય છે. ડુંગળીનું રાયતુ પણ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ઉનાળા માટે પણ શ્રેષ્ઠ છે. આ રાયતુ તમારા શરીરને ઠંડક આપશે અને તેને બનાવવુ પણ ખૂબ જ સરળ છે. આજના આર્ટિકલમાં અમે તમને ડુંગળીનુ રાયતુ બનાવવાની સરળ રેસિપી જણાવીશું. 

ડુંગળીનુ રાયતુ બનાવવા માટે વપરાતી સામગ્રી
ડુંગળી બારીક સમારેલી
દહીં
છીણેલું આદુ
મરચું પાવડર
લીલા મરચા બારીક સમારેલા
રાયતુ મસાલો
ખાંડ
જીરું
લીલા ધાણા
તેલ
મીઠું

ડુંગળીનુ રાયતુ બનાવવાની ખૂબ જ સરળ રેસીપી
ઉનાળાની ઋતુમાં ડુંગળીનુ રાયતુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ રાયતુ બનાવવા માટે તમારે સૌથી પહેલા ઉપરની ડુંગળીની છાલ ઉતારીને તેને બારીક કાપવી પડશે. આ પછી લીલા મરચાં અને લીલા ધાણાને બારીક સમારી લો. હવે એક વાસણમાં દહીં અને થોડું પાણી નાખીને સારી રીતે હલાવો. ધ્યાનમાં રાખો કે દહીંને ફેટવામા 2-3 મિનિટ લાગી શકે છે.

હવે એક કડાઈમાં થોડું તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને સમારેલાં લીલાં મરચાં નાખીને થોડું ફ્રાય કરો. આ પછી તેમાં ડુંગળી ઉમેરીને ધીમી આંચ પર સાંતળો. હવે તપેલીમાં દહીં નાખી 1-2 મિનિટ પકાવો. આ પછી દહીંમાં લાલ મરચું પાવડર, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે રાયતાને 2 મિનિટ સુધી પાકવા દો, તેની ઉપર લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો. સ્વાદ અને પોષણથી ભરપૂર ડુંગળી રાયતુ તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news