શું તમારામાં છે આ ખાસ ગુણ? તો તમારા બાળકનું સ્કૂલનું પર્ફોમન્સ પણ રહેશે સર્વોત્તમ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાળકોના જીવન પર માતાપિતાનો કેવો પ્રભાવ હોય છે. બાળકોમાં કેટલાક ગુણ જીન્સથી આવે છે. તો કેટલીક વાતો તે પોતાના માતાપિતાને જોઈને શીખે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે માતાની પર્સનાલિટીની એક ખાસ વિશેષતા અથવા લક્ષણ બાળકના જીવન પર ખાસ પ્રભાવ પાડે છે.

શું તમારામાં છે આ ખાસ ગુણ? તો તમારા બાળકનું સ્કૂલનું પર્ફોમન્સ પણ રહેશે સર્વોત્તમ

નવી દિલ્લીઃ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાળકોના જીવન પર માતાપિતાનો કેવો પ્રભાવ હોય છે. બાળકોમાં કેટલાક ગુણ જીન્સથી આવે છે. તો કેટલીક વાતો તે પોતાના માતાપિતાને જોઈને શીખે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે માતાની પર્સનાલિટીની એક ખાસ વિશેષતા અથવા લક્ષણ બાળકના જીવન પર ખાસ પ્રભાવ પાડે છે. આ સ્ટડી જનરલ ફ્રેન્ટિયર્સ એન્ડ સાયકોલોજીમાં પ્રકાશિત થઈ છે. બાળકોમાં આ ગુણ તેમની એકેડેમિક પર્ફોર્મન્સને પણ શ્રેષ્ઠ બનાવે છે. ત્યાં જ માતાની પર્સનાલિટીની આ વિશેષતા એક ખાસ સાયકોલોજિકલ ટર્મ 'locus of control' પર નિર્ભર હોય છે.

1) શું છે લોકસ ઓફ કંટ્રોલ?
લોકસ ઓફ કંટ્રોલ પર્સનાલિટી સ્ટડીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક ખાસ રીત છે જેમાં એક વ્યક્તિને લાગે છે કે તે પોતાની આસપાસ થનારી તમામ પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકે છે. તેને તમે બે ભાગોમાં વહેંચી શકો છો. કેટલાક એવા હોય છે કે જેને લાગે છે કે તેમની આસપાસ થઈ રહેલી તેમની પ્રવૃત્તિનું પરિણામ છે. જેને ઈન્ટરનલ ફોક્સ કહેવામાં આવે છે. ઉદાહરણ માટે આવા લોકો જો પરીક્ષામાં નાપાસ થઈ જાય તો પોતાને જવાબદાર ગણે છે કે તેમણે યોગ્ય રીતે વાંચ્યુ નહીં હોય.

2) એક્સટર્નલ લોકસ ઓફ કંટ્રોલ:
ત્યાં જ એવા લોકો જેનામાં એક્સટર્નલ લોકસ ઓફ કંટ્રોલનો ગુણ હોય છે. તે વધુમાં વધુ ભાગ્ય પર ભરોસો કરે છે અને એક્સટર્નલ ફેક્ટર્સને જવાબદાર માને છે. તેમનામાં આ મજબૂત ભરોસો હોય છે કે તેમના જીવનને કોઈ બહારની શક્તિ કંટ્રોલ કરી રહી છે. જો આ લોકો પરીક્ષામાં નાપાસ થઈ જાય તો તે નસીબને દોષ આપે છે અને કહે છે કે સવાલ જ અઘરા હતાં.

3) 1600 મહિલાઓનો સર્વે:
લોકસ ઓફ કંટ્રોલને લઈ એક સર્વેમાં 1600 એવી મહિલાઓને શામેલ કરવામાં આવી હતી જે નજીકના સમયમાં જ માતા બનવાની હતી. આ મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું કે તે જીવનના વિષે શું માને છે? સર્વેમાં સામે આવ્યુ કે આ મહિલાઓ માને છે કે પોતાના જીવન પર તેમનો કંટ્રોલ છે, તે ગણિત, વિજ્ઞાન અને સમસ્યાના સમાધાનને યોગ્ય રીતે પાર પાડી શકે છે. એવું જોવા મળ્યુ કે જે માતાને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ હતો તેમણે પોતાના બાળકોને સ્વસ્થ આહાર આપ્યો. જેનાથી બાળકોના મગજનો સારો વિકાસ થયો. આ માહિલાઓએ પોતાના બાળકોને વાર્તાઓ વાંચીને સંભળાવી અને તેમના સ્કૂલવર્ક અને પરિણામમાં પણ રસ લીધો હતો.

4) સ્કૂલમાં સારુ પર્ફોમન્સ:
ઈમોરી યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર સ્ટીફેન નોવેકીના જણાવ્યા અનુસાર આવા માતાપિતાના સંતાનો સારુ જમે છે, યોગ્ય ઉંઘ લે છે અને પોતાની ભાવનાઓને ઘણી જ સારી રીતે કંટ્રોલ કરી શકે છે. આ બાળકો સ્કૂલમાં સારુ પર્ફોર્મન્સ કરે છે અને તેમને સોશિયલ અને અંગત મુશ્કલીઓનો સામનો ઘણો જ ઓછો કરવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news