Relationship Tips: બસ આટલું કરશો તો વશમાં થઈ જશે પતિ, જાણી લો આ રામબાણ નુસખો

દરેક પત્ની પોતાના પતિને કાબૂમાં રાખવા માંગે છે. નાની-નાની વાતોનું ધ્યાન રાખવાથી તમે પતિને વશમાં રાખી શકો છો. બસ આટલું કરશો તો જિંદગીભર તમારી વાત માનશે.

Relationship Tips: બસ આટલું કરશો તો વશમાં થઈ જશે પતિ, જાણી લો આ રામબાણ નુસખો

ઝી બ્યૂરો, અમદાવાદઃ પતિ પત્નીમાં નોંકઝોંક થવી સામાન્ય વાત છે. પત્નીઓને ફરિયાદ હોય છે કે પતિ તેમનું માનતો નથી. તેઓ હંમેશા પોતાના મનની કરે છે. એવામાં દરેક પત્ની પોતાના પતિને કાબૂમાં રાખવા માંગે છે. જો તમારી પણ એવી ઈચ્છા છે, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવી કેટલીક ટિપ્સ જેનાથી તમે તમારા પતિને સરળતાથી તમારી આંગળીઓ પર નચાવી શકો છો.

Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો

જીતી લો દિલ
પતિને પોતાની દરેક વાત મનાવવા માટે તેનું દિલ જીતવું જરૂરી છે. તે તમારી દરેક વાત ત્યારે જ માનશે જ્યારે તમે તેની વાત માનશો. જો તમે પણ તો સંબંધો વણી શકે છે..ન માનો તો કાંઈ નહીં ખાલી આખી વાત સાંભળો જરૂરથી. તેના પર નારાજ ન થાઓ. પરંતુ શાંતિથી, પ્રેમથી, લૉજિક સાથે તેમને જણાવો કે તમે તેની વાત કેમ નથી માની શકો એમ.

મહેણાં ન મારો
પત્નીની મહેણાં મારવાની આદત પતિને ખરાબ લાગતી હોય છે. જેના કારણે ઘરમાં લડાઈઓ પણ બહુ જ થાય છે. એ મહેણાં ઘણીવાર પતિને એવી રીતે ખૂંચી જાય છે કે તેને પોતાની જ પત્નીથી નફરત થઈ જાય છે. તે તેની નજરથી ઉતરી જાય છે. પછી તે પત્નીની કોઈ વાત નથી સાંભળતો. જેથી જો પતિને વશમાં રાખવો છે તો પ્રેમભરી વાતોનો સહારો લો.

કામમાં ન કરો દખલ
કામ અને ઑફિસ મામલે દખલ પતિને પસંદ નથી હોતી. એટલે કામને લઈને તેની સાથે કોઈ બહેસ ન કરો. ન કામના સમયે તેમને ડિસ્ટર્બ કરો. જ્યારે તે થાકીહારીને ઘરે આવે તો તેના હાલચાલ કેવા છે અને તેમનો દિવસ કેવો રહ્યો એ જ પુછો.

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

જૂની વાતો ભૂલી જાઓ
કેટલીક પત્નીઓને જૂની વાતો ફરી કરવાની આદત હોય છે. તેઓ જૂની વાતો વર્ષો સુધી યાદ કરાવતી રહે છે. જે વીતિ ગયું છે તેને ફરી ન યાદ કરો. જૂની વાતોની ભૂલીને નવી શરૂઆત કરો. ભવિષ્યનું પ્લાનિંગ કરો. જેમાં પતિ તમારો દરેક વાતમાં સાથ આપશે.

વાત કરીને લાવો સમાધાન
અનેકવાર ગલતફેમીના કારણે પતિ-પત્નીના સંબંધો બગડી જાય છે. એટલે જ્યારે કોઈ લડાઈ થયા તો સીધા એકબીજા સાથે વાત કરો. શાંતિથી સમાધાન શોધો. એકબીજા પર ભરોસો કરો.

રોમાન્સને મરવા ન દો
લગ્ન બાદ મોટાભાગે રોમાન્સ મરી જાય છે. એવામાં પતિને ખુશ કરવા માટે ઘરમાં રોમાન્ટિક માહોલ બનાવો. કે પછી તેને બહાર ડિનર, વેકેશન પર લઈ જાઓ. થોડી મોડર્ન અને સ્ટાઈલિશ બનીને ફરીથી પતિને પોતાના દીવાના બનાવો અને પોતાની દરેક વાત મનાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news