Nikita Tomar ના હત્યારાઓને આજીવન કેદ, ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા કરી હતી હત્યા

નિકિતા તોમર હત્યા કેસમાં (Nikita Tomar Murder Case) ફાસ્ટ ટ્રેક કોર્ટનો (Faridabad Court Verdict) ચુકાદો આવી ગયો છે. કોર્ટે મુખ્ય આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનને દોષિ ગણાવતા બંનેને આજીવન કેદની સજા (Life imprisonment) ફટકારી છે

Nikita Tomar ના હત્યારાઓને આજીવન કેદ, ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા કરી હતી હત્યા

ફરિદાબાદ: નિકિતા તોમર હત્યા કેસમાં (Nikita Tomar Murder Case) ફાસ્ટ ટ્રેક કોર્ટનો (Faridabad Court Verdict) ચુકાદો આવી ગયો છે. કોર્ટે મુખ્ય આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનને દોષિ ગણાવતા બંનેને આજીવન કેદની સજા (Life imprisonment) ફટકારી છે. જ્યારે ત્રીજા આરોપી અઝરૂદ્દીનને છોડી દેવામાં આવ્યો છે.

5 મહિના પહેલા આ સમયે થઈ હતી હત્યા
તમને જણાવી દઇએ કે, આજથી 5 મહિના પહેલા 26 ઓક્ટોબર 2020 ની બપોરે 3.45 કલાકે ફરિદાબાદના (Faridabad) વલ્લભગઢમાં કોલેજથી પરત ફરી રહેલી નિકિતા તોમરની ગોળી મારી હત્યા (Nikita Tomar Murder) કરવામાં આવી હતી. હવે 5 મહિના બાદ તે સમયે તેના હત્યારાઓને સજા ફટકારવામાં આવી છે.

નિકિતા તોમરની માતાએ કરી આ માંગ
કોર્ટનો ચુકાદો (Faridabad Court Verdict) આવતા પહેલા નિકિતા તોમરની માતાએ ઝી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુનેગારોને ફાંસીની સજા થવી જોઇએ. તેનાથી ઓછી સજા મંજૂર નથી. આવા ગુનેગારો સમાજમાં રહેવા લાયક નથી. તેમણે કહ્યું કે, જો આ લોકોને ફાંસી નહીં થયા તો તેઓ ફરી ક્રાઇમ કરશે. તેથી મોતની સજા થવી જોઇએ. ઓછી ઉંમરનો ગુના સાથે કોઈ લેવાદેવા નથી.

શું છે સમગ્ર કેસ
ફરિદાબાદના વલ્લભગઢમાં ગત વર્ષ 26 ઓક્ટોબરના નિકિતા તોમરની હત્યા થઈ હતી. નિકિતા તોમરની હત્યાની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. 27 ઓક્ટોબરના પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી તૌસીફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ તૌસીફના વધુ એક મિત્ર અઝરૂદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. અઝરૂદ્દીન પર દેશી કટ્ટો લાવી આપવાનો ગુનો હતો.

ઝડપી તપાસ કરી પોલીસે 11 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોના નિવેદન લીધા હતા. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવાના કારણે લગભઘ દરરોજ આ મામલે સુનાવણી થતી હતી. ફેબ્રુઆરી મહિનામાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોના નિવેદન લીધા હતા.

ટ્રાયલ દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા. બચાવ પક્ષે પણ 2 સાક્ષી કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તૌસીફ અને તેના મિત્ર રેહાનને હત્યાના દોષિ ગણાવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે તેના મિત્ર અઝરૂદ્દીનને મુક્ત કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news