Mosturizer ખરીદતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ...નહીં તો ત્વચાને થશે નુકસાન

શિયાળો આવી ગયો છે અને સાથે આવી ગઈ છે સૂકી ત્વચાની મોસમ. એટલે જ ત્વચાને નિયમિત મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. જેનાથી ત્વચાની કોમળતા જળવાઈ રહે છે અને તે હંમેશા તાજગીભરી નજર આવે છે.

Mosturizer ખરીદતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ...નહીં તો ત્વચાને થશે નુકસાન

નવી દિલ્હીઃ શિયાળો આવી ગયો છે અને સાથે આવી ગઈ છે સૂકી ત્વચાની મોસમ. એટલે જ ત્વચાને નિયમિત મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. જેનાથી ત્વચાની કોમળતા જળવાઈ રહે છે અને તે હંમેશા તાજગીભરી નજર આવે છે. બજારમાં અનેક પ્રકારના મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ મળે છે. જો કે શું તમે જાણો છો કે, મોઈશ્ચરાઈઝિંગ ક્રીમમાં શું ગુણો હોવા જોઈએ? ત્વચાના પ્રકાર પ્રમાણે ક્યા મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ? જો નહીં તો, અમે તમને જણાવીએે કે મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ ખરીદતા પહેલા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. ત્વચાના પ્રકારે ખરીદો ક્રીમ-
શું તમે જાણો છો કે, મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો ભરપૂર ફાયદો મેળવવા માટે તેને હંમેશા તમારી ત્વચાના પ્રકારના અનુસાર જ પસંદ કરો. સુકી ત્વચા ધરાવતા લોકો ઑઈલ બેસ ધરાવતી મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો ઉપયોગ કરે. તો ઑઈલ સ્કિન ધરાવતા લોકો જેલ બેસ ધરાવતા ક્રીમનો ઉપયોગ કરે. જો તમારી સ્કિન સેન્સિટીવ છે તો ડૉક્ટરે બતાવેલી મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો ઉપયોગ કરો.

2. સ્કિન ટોન પર રાખો ધ્યાન-
મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ ખરીદતા સમયે સ્કિન ટોન પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે અનેક મોઈશ્ચરાઈઝર હેવી ઑઈલ બેસ વાળા હોય છે. જેના કારણે ત્વચાનો પ્રાકૃતિક રંગ દબાઈ જાય છે. જેથી તેને ખરીદતા સમયે તમારા સ્કિન ટોન પર ધ્યાન આરો. પેચ ટેસ્ટ દરમિયાન ક્રીમ ચહેરના બદલે હાથ પર લગાવીને જુઓ. તો તમારા સ્કીન ટોનમાં કોઈ ફેરફાર ન થાય તો ક્રીમ ખરીદી લો.

3. SPF યુક્ત ક્રીમ જ લો-
જ્યારે પણ તમે મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ ખરીદવા જાઓ ત્યારે ચેક કરી લેજો કે તેમાં SPF છે કે નહીં. SPF યુક્ત ક્રીમની મદદથી તમે ત્વચાને સૂર્યના હાનિકારક કીરણોથી બચાવી શકો છો. સારું રહેશે કે તમે સૂર્યના કિરણોથી બચાવે એવા જ ક્રીમને પસંદ કરો.

4. એક્સપાયરી ડેઈટ ચેક કરો-
મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ કે અન્ય કોઈ સ્કિન કેર પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની એક્સપાયરી ડેઈટ ચેક કરવી જરૂરી છે. કારણ કે એક્સપાયર થઈ ગયેલી પ્રોડક્ટ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news