78 હજાર રૂપિયા પ્રતિ કિલો... આ પ્રાણીના દૂધમાંથી બને છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર

Most Expensive Cheese in the World: તમે ઘણું પનીર ખાધું હશે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે વિશ્વના સૌથી મોંઘા પનીરની કિંમત કેટલી છે અને તે કયા પ્રાણીના દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. તમે આ સમાચારમાં વિશ્વના સૌથી મોંઘા ચીઝ વિશે વિગતવાર જાણી શકો છો.

78 હજાર રૂપિયા પ્રતિ કિલો... આ પ્રાણીના દૂધમાંથી બને છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર

World Most Expensive Cheese: તમે પનીરની ઘણી ડિશો ખાધી હશે. શાહી પનીર, કઢાઈ પનીર, પનીર બટર મસાલા, મટર પનીર, પાલક પનીર વગેરે. હકીકતમાં પનીરમાંથી પાણે ઘણી માત્રામાં પ્રોટીન મળે છે, તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારૂ હોય છે. સારી ક્વોલિટીનું પનીર માર્કેટમાં લગભગ 400થી 500 કિલોની આસપાસ મળે છે. 

પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ પનીર કેટલા રૂપિયામાં કિલો મળે છે અને તે કયાં જાનવરના દૂધથી બનાવવામાં આવે છે. જો નહીં તો અમારા આ અહેવાલમાં આ સવાલનો જવાબ મળી જશે. 

આ જાનવરના દૂધથી બને છે દુનિયાનું સૌથી મોંઘુ પનીર
હકીકતમાં દુનિયાનું સૌથી મોંઘુ પનીર પુલે (Pule)છે, જેની કિંમત આશરે 78 હજાર રૂપિયા કિલો છે. આ પનીર ગધેડીના દૂધથી તૈયાર કરવામાં આવે છે. આ પનીર સર્બિયાના એક ખાસ વિસ્તારમાં, ઝાસાવિકા નેચર રિઝર્વમાં બનાવવામાં આવે છે. પુલે પનીર તેની ઊંચી કિંમત અને દુર્લભતાને કારણે પ્રખ્યાત છે. તેને વિશ્વનું સૌથી મોંઘું ચીઝ માનવામાં આવે છે કારણ કે તેને બનાવવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે.

એક કિલો પનીર માટે 25 લીટર દૂધની જરૂરીયાત
પુલે પનીરની કિંમત આટલી વધુ હોય છે, કારણ કે ગધેડાનું દૂધ પ્રાપ્ત કરવું ખુબ મુશ્કેલ હોય છે. ગધેડી દિવસમાં માત્ર 0.2થી 0.3 લીટર દૂધ આપે છે, જ્યારે પનીર બનાવવા માટે મોટી માત્રામાં દૂધની જરૂરીયાત હોય છે. એક કિલોગ્રામ પનીર બનાવવા માટે ગધેડાના 25 લીટર દૂધની જરૂર પડે છે. તો આ દૂધનું ઉત્પાદન ઓછી માત્રામાં થાય છે અને તેને પ્રાપ્ત કરવામાં ખુબ સમય લાગે છે. 

આ છે પનીરની ખાસિયત
પુલે પનીરનો સ્વાદ પણ તેને ખાસ બનાવે છે. આ પનીર નરમ, ક્રીમી અને સ્વાદમાં હળવું ખારું હોય છે, જે તેને અનન્ય બનાવે છે. આ સિવાય ગધેડીના દૂધમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને ગાયના દૂધ કરતાં એલર્જી પેદા કરતા તત્વો ઓછા હોય છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

મુશ્કેલીથી મળે છે આ પનીર
તેના દુર્લભ ઉત્પાદન, અદ્વિતીય સ્વાદ અને જટિલ પ્રક્રિયાઓને કારણે પુલે પનીરની કિંમત 78 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી દઈ છે. તેથી આ પનિર ન માત્ર પોતાના સ્વાદ માટે પરંતુ પોતાની કિંમત અને દુર્લભતા માટે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news