6 મોટા ફેરફારો સાથે થશે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત, જાણો તમારા પર શું પડશે અસર

આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સામેલ છે. સાથે મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે ખાસ જાહેરાત થઈ શકે છે. 

6 મોટા ફેરફારો સાથે થશે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત, જાણો તમારા પર શું પડશે અસર

Rule Change From 1st September: ઓગસ્ટનો મહિનો હવે સમાપ્ત થવાનો છે. આ વચ્ચે આવનારા મહિના એટલે કે સપ્ટેમ્બરમાં સરકાર ઘણા મોટા ફેરફાર કરી શકે છે, જેની સીધી અસર તમારા પર પડશે. તો આવો તમને જણાવીએ સપ્ટેમ્બર મહિનામાં કયા-ક્યા ફેરફાર થશે.

એલપીજી સિલિન્ડરના ભાવ
દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. તેવામાં રસોઈ ગેસથી લઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ATF, CNG અને PNG ના રેટ
તેલ કંપનીઓ તરફથી દર મહિનાની 1 તારીખે હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યૂલ (ATF), CNG અને PNG ના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. તેવામાં તેની કિંમતમાં વધારો-ઘટાડો થઈ શકે છે. 

ફેક કોલનો નિયમ
ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તે નકલી કોલ અને મેસેજ રોકવા માટે જરૂરી પગલાં ભરે. તેવામાં 1 સપ્ટેમ્બરથી તેના પર લગામ લાગી શકે છે. ટ્રાઈએ ટેલીકોમ કંપનીઓને કહ્યું છે કે તે 140 મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થનાર ટેલીમાર્કેટિંગ કોલ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન બેઝ ડિસ્ટ્રીબ્યૂટેડ લેઝર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દે.

આધાર કાર્ડ
તમે 14 સપ્ટેમ્બર સુધી ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ તમારે પૈસા ચુકવવા પડશે. પહેલા ફ્રી આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ 14 જૂન હતી, જેને વધારી 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ
HDFC બેંકે 1 સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગ્રાહકો દર મહિને માત્ર 2000 પોઈન્ટ્સ મેળવી શકશે. થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક પેમેન્ટ કરવા પર બેંક કોઈ રિવોર્ડ આપશે નહીં.

IDFC First Bank  
1 સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ ચુકવણીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. ચુકવણીની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવી છે. તારીખથી જ RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ક્રેડિટ કાર્ડ્સની જેમ જ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.

મોંઘવારી ભથ્થું
તેમ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. વર્તમાનમાં કર્મચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news