Best Wedding Destination in India: શાહી અંદાજમાં કરવા માંગો છો લગ્ન, તો ક્યાંય નહીં મળે આનાથી સારી જગ્યા

 લગ્નને યાદગાર અને શાનદાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જો કે, ઘણીવાર કોઈ ખોટા ડેસ્ટિનેશન પસંદ કરવાથી બધો જ પ્લાન ખરાબ થઈ જાય છે. ત્યારે આજે અહીં જણાવીશું ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન

હિના ચૌહાણ, અમદાવાદઃ શાહી અંદાજમાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. દરેક લોકોને આવું હોય કે તેના લગ્ન કોઈ શાનદાર જગ્યાએ થાય. અને એટલા જ માટે ભારતમાં વેડિંગ ડેસ્ટિનેશનનું ચલણ ખૂબ વધી ગયું છે.  લગ્નને યાદગાર અને શાનદાર બનાવવા માટે લોકો ડેસ્ટિનેશન માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. જો કે, ઘણીવાર કોઈ ખોટા ડેસ્ટિનેશન પસંદ કરવાથી બધો જ પ્લાન ખરાબ થઈ જાય છે. ત્યારે આજે અહીં જણાવીશું ભારતના 10 સૌથી શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન. કઈ એવી જગ્યા પર લગ્ન કરવા કે જ્યાં શાનદાર લોકેશન હોય, ફોટોગ્રાફ્સ સારા આવે અને લોકોને મજા આવે. આ દરેક પ્રશ્ન લોકોને સતાવતા હોય છે. ભારતમાં ઘણી એવી જગ્યા છે કે જ્યાં લગ્ન કરવાનું સપનું લોકો જોતા હોય છે. તેમાંથી સૌથી સારા 10 વેડિંગ ડેસ્ટિનેશન વિશે આજે અહીં જાણીશું.


 

ઉદયપુરઃ

1/10
image

રોયલ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુર ઘણું લોકપ્રિય છે. સમૃદ્ધ વિરાસત, સંસ્કૃતિ અને વાસ્તુકળાની ભવ્યતા ત્યાંનું આકર્ષણ છે. ઉદયપુર ભારતના સૌથી રોમેન્ટિક શહેરોમાંથી એક છે અને ત્યાં કરેલા લગ્ન હંમેશા યાદગાર રહી જાય છે. એપ્રિલથી ઓગસ્ટ સુધી ત્યાં લગ્ન કરવા એકદમ અનુકુળ રહે છે. 

શિમલાઃ

2/10
image

હરિયાળી અને પહાડો વચ્ચે નવી લાઈફની શરૂઆત કરવાનું દરેકનું સપનું હોય છે. જો તમારું પણ આ સપનું છે તો તમે વેડિંગ માટે શિમલાની પસંદગી કરી શકો છો. શિમલામાં ઘણા રિસોર્ટસ છે, જે લગ્ન માટેનું તમામ આયોજન કરી આપે છે. જેથી તમે આરામથી તમારા લગ્નને માણી શકો છો. શિમલામાં લગ્ન કરવા માટે ગર્મીની સિઝન બેસ્ટ છે.

ઋષિકેશઃ

3/10
image

પવિત્ર ઋષિકેશમાં લગ્ન બંધન એક અલગ પ્રકારનો જ અનુભવ છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે દૂર-દૂરથી કપલ્સ ત્યાં લગ્ન માટે જાય છે. ઋષિકેશમાં શાંત વાતાવરણ, ભવ્ય મંદિર અને નેચર લોકોને ખૂબ જ પસંદ આવે છે. ગંગા કિનારો લગ્ન સમારોહ માટે બેસ્ટ પ્લેસ છે. જેમાં રાજાજી નેશનલ પાર્ક ઋષિકેશના સૌથી લોકપ્રિય વેડિંગ વેન્યૂમાંથી એક છે. ઓક્ટોબરથી માર્ચ સુધીના મહિના ત્યાં લગ્ન કરવા માટે યોગ્ય છે. 

મસૂરીઃ

4/10
image

પહાડોમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવો છો તો મસૂરી સૌથી બેસ્ટ વિકલ્પ છે. જેડબલ્યૂ મેરિએટ વોલનટ ગ્રોવ રિસોર્ટ એન્ડ સ્પામાં એ તમામ સુવિધાઓ મળશે જે તમારા ડ્રિમ વેડિંગને પૂરી કરશે. જ્યાં 300થી વધુ મહેમાનો સારી રીતે રહી શકે તેવી સુવિધા છે.

 

મથુરાઃ

5/10
image

મથુરા પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે જ્યાં ઘણા શાનદાર રિસોર્ટ છે જે ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરમાં લગ્ન બંધનથી જોડાવવું તે એક બહુ જ સારો અનુભવ કહેવાય. ત્યાંની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાદિષ્ટ ભોજન એવું હોય છે કે તે સ્થળથી તમને પ્રેમ થઈ જાય. ત્યાં એક ભવ્ય મંદિર પણ છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં ત્યાં લગ્ન માટેનું આયોજન કરી શકો છો. 

 

કેરળઃ

6/10
image

કેરળ કુદરતી સૌંદર્ય અને બીચ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. જો કે. ડેસ્ટિનેશન વેડિંગ માટે કેરળ પહેલાં એટલું પોપ્યૂલર ન હતું. પરંતુ અત્યારે લોકો ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવા અને શાંત જગ્યા પર લગ્ન કરવા માટે કેરળની વધુ પસંદગી કરી રહ્યા છે. જેમાં કોવલમમાં આવેલું ધ લીલા ભારતનું સૌથી સારા વેડિંગ રિસોટ્સમાંથી એક છે. સપ્ટેમ્બરથી માર્ચ સુધી અહીં લગ્નન કરવાનું વધુ એનુકુળ રહે છે, કેમ કે મોન્સૂનમાં કેરળમાં રહેવાની મજા જ કંઈક અલગ છે.

જયપુરઃ

7/10
image

જો તમને મહેલોમાં લગ્ન કરવાની ઈચ્છા છે તો બેસ્ટ ઓપ્શન છે જયપુર. જયપુરના મહેલોમાં લગ્નનો અનુભવ એકદમ શાનદાર રહેશે. જયપુરમાં જય મહેલ પેલેસ લોકોની પસંદગીના રિસોર્ટમાંથી એક છે. આ પેલેસમાં લગ્ન કરવા તે એક સપનું પૂરું થવા બરાબર છે. ઠંડીમાં ત્યાં લગ્ન કરવાનું વધુ અનુકુળ રહે છે. 

ગુજરાતઃ

8/10
image

સમૃદ્ધ સંસ્કૃતિ અને વિરાસતના કારણે ગુજરાતને રાજકુમારોની ભૂમિ કહેવામાં આવે છે. લગ્ન કરવા માટે તમને ગુજરાતથી સારી જગ્યા ક્યાંય નહીં મળે. કેમ કે, ગુજરાતમાં ઘણા કિલ્લા અને ભવ્ય લગ્નના સ્થળો છે. શાહી રીતે લગ્ન કરવા હોય તો ગુજરાત બેસ્ટ છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના મહિનાઓ ગુજરાતમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય છે. 

ગોવાઃ

9/10
image

પાર્ટી લવર્સ માટે ગોવાથી વધુ સારી જગ્યા કોઈ ન હોય શકે. મોટાભાગના કપલ્સ લગ્ન બાદ હનીમૂન માટે ગોવા જ જાય છે. જો કે, બીચ વેડિંગ માટે ગોવા ખૂબ જ મશહૂર છે. ગોવા લગ્ઝરી વેડિંગ ડેસ્ટિનેશનમાંથી એક છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં ત્યાં લગ્ન કરવાનું વધારે અનુકુળ રહે છે. માટે જો તમારે બીચ પર લગ્ન કરવાની ઈચ્છા છે તો તમે ગોવાને પસંદ કરી શકો છો.

અંદમાન નિકોબારઃ

10/10
image

તમે એકદમ શાંત અને સુકુન મળે તેવા સ્થળે જો લગ્ન કરવા માગો છો તો અંદમાર નિકોબાર એકદમ યોગ્ય પ્લેસ છે. સુંદર બીચ અને શાનદાર નઝારાના કારણે અંદમાર નિકોબાર ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકપ્રિય છે. અંદમારના શાનદાર રિસોર્ટ્સ અને ત્યાંની મહેમાન નવાઝી બહુ જ સારી છે. સપ્ટેમ્બરથી મે મહિના સુધી ત્યાં લગ્ન કરવા માટે એકદમ યોગ્ય સમય છે.