PM મોદીએ કારગિલના યાદગાર અનુભવોને શેર કરીને કહ્યું- જ્યારે તેઓ 1999માં ત્યાં ગયાં...

નવી દિલ્હી: કારગિલ વિજય દિવસના અવસરે દેશ વીર જવાનોને નમન કરી રહ્યો છે. આ અવસરે જમ્મુ અને કાશ્મીરના દ્રાસમાં બનેલા કારગિલ વોર મેમોરિયલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. 

આ અવસરે દેશના વિભિન્ન વિસ્તારોમાં કારગિલ દિવસની ખુશીમાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ આ અવસરે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમોમાં આજે વડાપ્રધાન મોદી ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યાં છે. 

ટ્વીટર પર શેર કરી તસવીરો

1/4
image

દેશના વીર સપૂતોને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે તસવીરોને પણ શેર કરી છે કે જ્યારે તેઓ કારગિલ પર જવાનોને મળવા માટે ગયા હતાં. 

યોદ્ધાઓને કર્યા નમન

2/4
image

દેશના વીર જવાનોને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે કારગિલ વિજય દિવસ પર મા ભારતીના તમામ વીર સપૂતોનું હું હ્રદયથી વંદન કરું છું. આ દિવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ અવસરે એ તમામ પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધુ. જય હિંદ!

આ કારણોસર કારગિલ જવાની મળી તક

3/4
image

તેમણે લખ્યું કે કારગિલ વોરના અવસરે તેમને કારગિલ જવાની તક મળી જેથી કરીને તેઓ જવાનોનો જુસ્સો વધારી શકે. આ તે સમય હતો કે જ્યારે પીએમ મોદી પોતાની પાર્ટી માટે જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં કામ કરી રહ્યાં હતાં. આ ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. 

કારગિલ યુદ્ધથી ભારતે ભણ્યો પાઠ

4/4
image

કારગિલ યુદ્ધથી પાઠ ભણતા ભારતે સરહદ પર પોતાની તે કમીઓને દૂર કરી છે જેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની સેના અને આતંકીઓએ ભારતની પીઠમાં છૂરો ભોંક્યો હતો. ભારતીય વાયુસેનાના પ્રમુખ બી એસ ધનોઆએ કહ્યું કે કારગિલ યુદ્ધમાં સાચા અર્થમાં હવાઈ હુમલાથી જ દુશ્મનોનું મનોબળ ધ્વસ થયું હતું. તેમણે કહ્યું કે કારગિલ બાદ છેલ્લા 20 વર્ષમાં જે પણ ઉણપ હતી તેને દૂર કરી દેવાઈ છે.