અનંત-રાધિકાને શાહરૂખ ખાન-સલમાન, સહિત આ કલાકારોએ આપી છે અત્યંત મોંઘીદાટ ભેટ, ખાસ જાણો

બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગર ખાતે હાલમાં જ યોજાઈ ગયું. ત્રણ દિવસ ચાલેલા આ સમારોહમાં દેશ વિદેશની મોટી મોટી હસ્તાઓ બોલીવૂડ સેલેબ્સ જામનગર પધાર્યા હતા. ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગર ખાતે યોજાયું હતું. અનંત અને રાધિકાના લગ્ન મુભઈ ખાતે 12 જુલાઈના રોજ થશે. આ ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. 

1/7
image

જામનગરમાં આયોજિત આ સમારોહમાં પરિવારજનો, સંબંધીઓ, નીકટના મિત્રો સાથે બોલીવુડ હસ્તીઓએ પણ તડકો લગાવ્યો હતો. સેલેબ્સે અનંત અને રાધિકાને મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંબાણી પરિવારના આ ફંક્શનમાં આવેલા બોલીવુડના અનેક મોટા સિતારાઓએ અનંત અને રાધિકાને કરોડોની ગિફ્ટ આપી છે. 

આલિયા અને રણબીરે આપી આ ગિફ્ટ

2/7
image

અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડ લાઈફના અહેવાલ મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે અનંત અંબાણીને એર જોર્ડન શૂઝની જોડી (pair of Air Jordan shoes) ગિફ્ટ કરી છે. જ્યારે રાધિકા મર્ચન્ટને Gucci નું ડાઈમંડનું ક્લચ ગિફ્ટ કર્યું છે. 

સલમાન ખાનની ગિફ્ટ

3/7
image

ડીએનએના રિપોર્ટ મુજબ સલમાન ખાને અનંત અંબાણીને કસ્ટમાઈઝ્ડ વોચ આપી છે જ્યારે રાધિકાને ડાયમંડ ઈયરરિંગ્સની ભેંટ આપી છે. 

શાહરૂખ ખાને આપી આ ભેટ

4/7
image

રિપોર્ટ મુજબ શાહરૂખ ખાને કપલને 5 કરોડની કિંમતની મર્સિડીઝ બેન્ઝ 300 SLR ગિફ્ટ કરી છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

5/7
image

ડીએનએના રિપોર્ટ મુજબ કિયારા અને સિદ્ધાર્થે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ગોલ્ડ અને ડાઈમંડના ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિ આપ્યા છે. 

કેટરીના કૈફ અને વિકી કૌશલ

6/7
image

ડીએનએના રિપોર્ટ મુજબ કેટરીના અને વિકી કૌશલે અનંત અંબાણીને ડાઈમંડ બ્રેસલેટ અને રાધિકાને ડાઈમંડ નેકલેસ ગિફ્ટ કર્યો છે. 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

7/7
image

રિપોર્ટ મુજબ રણીવીર અને દીપિકાએ અનંત અને રાધિકાને કસ્ટમાઈઝ્ડ ડાઈમંડ ઘડિયાળ ગિફ્ટ કરી છે જેની કિંમત એક કરોડ જેટલી છે.