Gifts News

કચ્છની આ કળાના ડેન્માર્કના મહારાણી પણ છે ચાહક, PM મોદીએ આપી ભેટ
સરહદી જીલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે. તાજેતરમાં જ કચ્છના રોગાન આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આર્ટ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને ભેટ સ્વરૂપે આપ્યું છે. કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાનું નીરોણા ગામ કે જ્યાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો અહીં વસવાટ કરે છે. પોતાની રોજીરોટી મેળવે છે. ફેશનેબલ વસ્ત્રો પર પણ હવે રોગાનકલાની જામતી અવનવી છાંટ તૈયાર કરવામાં આવે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો.
May 6,2022, 18:26 PM IST

Trending news