Bollywood Heartbreaks 2021: વર્ષ 2021માં આ કપલ્સના બ્રેકઅપ અને છૂડાછેડાએ તોડ્યું બધાનું દિલ

ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં સંબંધ બનતા અને બગડતાં રહે છે. અહીંયા સંબંધો સમજૂતી પર ટકી રહેતા નથી. જો સાથ ન નિભાવી શકો તો અલગ થઈ જાઓ આ સિદ્ધાંત પર સેલિબ્રિટી જીવન જીવે છે.

નવી દિલ્હી:  ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં સંબંધ બનતા અને બગડતાં રહે છે. અહીંયા સંબંધો સમજૂતી પર ટકી રહેતા નથી. જો સાથ ન નિભાવી શકો તો અલગ થઈ જાઓ આ સિદ્ધાંત પર સેલિબ્રિટી જીવન જીવે છે. વર્ષ 2021માં અનેક સેલેબ્સે પોતાના જીવનસાથીથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. આજે અમે તમને તે હસ્તીઓ વિશે જણાવીશું જેમના સંબંધો 2021 પૂરું થતાં-થતાં પૂરા થઈ ગયા. જેમાં આમિર ખાન-કિરણ રાવથી લઈને સામંથા પ્રભુ-નાગા ચૈતન્યનો સમાવેશ થાય છે.

1. આમિર ખાન-કિરણ રાવ

1/5
image

આમિર ખાન અને કિરણ રાવે 15 વર્ષ જૂના લગ્નને ખતમ કરતાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે આ 15 ખૂબસૂરત વર્ષમાં અમે એકસાથે જીવનભરના અનુભવ, ખુશી અને હાસ્ય શેર કર્યું છે. અને અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. હવે પતિ-પત્નીના રૂપમાં નહીં. મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા.

2. શિખર ધવન-આયશા મુખર્જી

2/5
image

8 વર્ષ પતિ-પત્નીની ભૂમિકામાં રહ્યા પછી શિખર ધવન અને આયશા મુખર્જીએ આ વર્ષે અલગ થવાનો નિર્ણય કર્યો. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા અને તેમનો જોરાવર નામનો પુત્ર પણ છે. આયશા મુખર્જી મેલબર્નની રહેવાસી છે અને પ્રોફેશનલ બોક્સર રહી ચૂકી છે. તેના પહેલાં પણ લગ્ન થયા હતા. જેનાથી તે બે પુત્રીઓની માતા પણ બની હતી.

3. સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય

3/5
image

સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ પણ અલગ થઈને તમામ ફેન્સને ચોંકાવી દીધા. 10 વર્ષની દોસ્તી અને ચાર વર્ષના લગ્ન સંબંધ પછી તેમણે છૂટાછેડા થવાનો નિર્ણય કર્યો. વર્ષ 2017માં તેમણે લગ્ન કર્યા હતા. જોકે અલગ થયા પછી પણ બંને એકબીજાને સન્માન આપે છે.

4. હની સિંહ અને શાલિની તલવાર

4/5
image

યો-યો હની સિંહે 3 ઓગસ્ટે પત્ની શાલિન તલવારની સાથે સંબંધને પૂરા કરવાનો નિર્ણય લીધો. શાલિનીએ રેપર હની સિંહ પર ઘરેલુ હિંસા અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. તેના પછી સિંગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નિવેદન આપીને કહ્યું હતું કે તેની સામે લગાવેલા ખોટા આરોપોથી તે ઘણો દુખી છે.

5. કીર્તિ કુલ્હારી અને સાહિલ સહગલ

5/5
image

અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ પોતાના પતિ સાહિલ સહગલની સાથે અલગ થવાનો નિર્ણય કર્યો. લગ્નના પાંચ વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા. મિશન મંગલની અભિનેત્રીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તે બધાને જણાવવા માગે છે કે મારા પતિ સાહિલ અને મેં અલગ થવાનો નિર્ણય કર્યો છે. કીર્તિ અને સાહિલ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા.