આ 6 રાશિવાળાનો 'ગોલ્ડન પીરિયડ' શરૂ, શનિ-બુધ-સૂર્ય કરશે માલામાલ, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે
Budh Transit: બુધ રાશિએ પોતાની ચાલમાં ફેરફાર કરી છે. હાલમાં ગ્રહોના રાજકુમાર બુધ શનિની રાશિમાં બિરાજમાન છે. શનિની રાશિમાં ફરીથી ગોચર કર્યું છે. કુંભ રાશિમાં બુધના ગોચરથી શનિ, બુધ અને સૂર્યની યુતિ બની છે. આ ઉપરાંત કુંભ રાશિમાં બુધના પ્રવેશથી બુધાદિત્ય રાજયોગ પણ બન્યો છે. જેનાથી કેટલીક રાશિઓનો લકી સમય શરૂ થઈ શકે છે. જાણો બુધના ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય પલટશે.
મેષ રાશિ
મેષ રાશિ: કુંભ રાશિમાં શનિ બુધ અને સૂર્યની યુતિ બનવાથી મેષ રાશિના લોકોને લાભ થશે. કાર્યક્ષેત્રે આવનારી મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. વેપારમાં ધનલાભ થવાની શક્યતા છે. નોકરીયાતોને પોતાના બોસ અને સહયોગીઓનો સાથ મળશે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. લગ્નજીવનમાં મધુરતા રહેશે. જેનાથી તમારા રિલેશનશીપ પર પણ અસર દેખાશે.
સિંહ રાશિ
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે શનિ બુધ અને સૂર્યની યુતિ ફાયદાકારક રહેશે. બુધ અને સૂર્યના શુભ પ્રભાવથી વેપાર સંલગ્ન યોજનાઓ કમાલ કરી દેખાડશે. સમાજમાં નામ અને કામ બંને રીતે માન સન્માન મળશે. સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકો પરિવાર સાથે સમય વિતાવશે. બુધની કૃપાથી અટકેલા કામ પાર પડશે. તમારી મનોકામના પૂર્ણ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિ: બુધ ગોચરથી શનિ, બુધ અને સૂર્યનીયુતિ કર્ક રાશિવાળાને ખુબ લાભ કરાવશે. વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. બુધ અને સૂર્યની કૃપાથી વિદ્યાર્થીઓના મન અભ્યાસમાં લાગશે. સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. આર્થિક મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થવા લાગશે.
બુધાદિત્ય રાજયોગ
કુંભ રાશિમાં પહેલેથી જ સૂર્યદેવ અને શનિદેવ બિરાજમાન છે એટલે આવામાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ પણ બન્યો છે. જ્યારે શનિદેવના કુંભ રાશિમાં હોવાથી શશ રાજયોગ પણ બન્યો છે. જે કેટલાક જાતકોને ખુબ લાભ કરાવશે. જેનાથી તેમને મોટા લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિ: બુધાદિત્ય રાજયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સમાજમાં માનસન્માન વધશે. જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે. એકાદશ ભાવમાં રહીને બુધ તમને શુભ ફળ આપશે. જેનાથી તમારા દિવસો બદલાઈ જશે અને તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિને બુધાદિત્ય રાજયોગ કરાવશે ફાયદો: તમારી રાશિમાં બુધનું 10માં ભાવમાં ગોચર થયું છે. દશમ ભાવમાં બુધ તમારા માટે ખુબ લાભકારી સાબિત થશે અને તમને પદ પ્રતિષ્ઠા અપાવશે. આ દરમિાયન નાણાકીય મામલાઓમાં મજબૂતી મળશે. આર્થિક સદ્ધરતા પણ તમને પ્રાપ્ત થશે.
મકર રાશિ
મકર રાશિ: બુધના ગોચરનું શુભ ફળ તમને પણ મળશે. તમારી ધન સંપત્તિમાં વધારો થશે. રોકાણથી પણ લાભ થશે. નવા લોકો સાથે સંપર્ક બનશે. જેનાથી તમને મોટો ફાયદો થશે
Trending Photos