96 Types of Calendars in The World: જાણો ટેકનોલોજીના સમયમાં પણ તારીખિયું-દટ્ટા તથા પંચાગે કેવી રીતે જાળવી રાખ્યું છે સ્થાન

આજના યુગમાં કેલેન્ડરનું ધાર્મિક પ્રસંગો અને ખાસ અવસર સિવાય ખાસ મહત્વ નથી રહ્યું. જો તારીખ અને સમય જોવો હોય તો મોટા ભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. પરંતુ કેલેન્ડરે પોતાનું સ્થાન આજે પણ જાળવી રાખ્યું છે. દુનિયાના 96 પ્રકારના કેલેન્ડરમાં શું હોય છે ખાસ, જાણો ભારતમાં ક્યાં 12 પ્રકારના છે કેલેન્ડર.

નરેશ ધારાણી, અમદાવાદઃ દુનિયામાં 96 પ્રકારના કેલેન્ડર છે જેમાંથી ભારતમાં જ ૧૨ અલગ અલગ પ્રકારના કેલેન્ડર મુજબ નવા વર્ષની ઉજવણીની પરંપરાનો ઈતિહાસ જોવા મળે છે.ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં તારીખિયું-દટ્ટાની લોકો ખરીદી કરતા હોય છે.આ પરંપરા આજે પણ જળવાયેલી છે. આજે પણ ઘરમાં તારીખિયું લટકતું જોવા મળશે.

આજના યુગમાં તારીખિયાના રૂપ પણ આધુનિક બની ગયા છે.ક્યાંક ફોટો કેલેન્ડર, તો ક્યાં આંકડાકિય માયાજાણ જેવું તો ક્યાંક હજુ પણ એ જ જૂની પદ્ધતિવાલું તારીખિયું લટકતું જોવા મળશે.આજના શહેરમાં રહેતા બાળકોએ તો કદાચ એ જુનુ પરંપરાગત તારીખિયું જોયું પણ નહીં હોય.ત્યારે આજે તમને જણાવીશું કેવી રીતે આજે પણ પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સક્ષમ છે તારીખિયું.

 

ભારતીય કેલેન્ડરની રચના

1/7
image

ગુજરાતી નવા વર્ષમાં શાકા કેલેન્ડર સમય મુજબ લુની-સોલર સિસ્ટમ પર આધારિત હોય છે. જેમાં 12 મહિના અને 365 દિવસનો સમાવેશ થાય છે. ભારતીય કેલેન્ડરમાં પ્રથમ મહિનો ચૈત્ર છે અને છેલ્લો ફાલ્ગુના છે.જ્યારે અંગ્રેજી મહિનાઓમાં પ્રથમ મહિનો જાન્યુઆરી અને છેલ્લો મહિનો ડિસેમ્બર હોય છે.

 

 

 

આ દિગ્ગજ પ્લેયરો જે IPL 2021 પછી કદાચ તમને નહીં જોવા મળે

સોલર કેલેન્ડર્સ

2/7
image

આ કેલેન્ડર વાર્ષિક ધોરણે સૂર્યની ગતિ પર આધારિત છે. જેને સાઇડરેલ અથવા ઉષ્ણકટિબંધિય કહેવાય છે..વાસ્તવિક સૌર કેલેન્ડરમાં સંખ્યાબંધ દિવસોનો સમાવેશ થતો નથી. તેથી તેનો સુમેળ કરવા માટે દિવસોનો સરવાળો કરવામાં આવે છે.જેનાથી લીપ વર્ષ રચાય છે. ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર આ શ્રેણી હેઠળ આવે છે.

 

 

 

PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...

ચંદ્ર કેલેન્ડર્સ

3/7
image

આ કેલેન્ડર ચંદ્રના માસિક તબક્કાઓ અને તેના ચક્ર પર આધારિત છે. જેને સૂર્યની ગતિ સાથે કોઈ સંબંધ નથી.ઇસ્લામિક હેજીરા કેલેન્ડર આનું ઉત્તમ ઉદાહરણ છે.જેમાં 12 મહિનાનો સમાવેશ થાય છે અને 2 મહિના ૨ નવા ચંદ્ર વચ્ચેનો સમયગાળો આવરી લે છે.જેમાં દરેક ચંદ્રનો મહિનો લગભગ 29.5 દિવસ લાંબો હોય છે.

 

 

 

ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી... 

લ્યુનિસોલર કેલેન્ડર

4/7
image

આ કેલેન્ડર સૂર્યની વાર્ષિક ગતિ અને ચંદ્રના માસિક તબક્કાને એકઠા કરી બનાવાયા છે.જેમાં ભારતીય કેલેન્ડરોની સાથે યહૂદીઓ અને બેબીલોનિયન કેલેન્ડરોનો સમાવેશ થાય છે. જેનો આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં ઉપયોગ થાય છે.

 

 

 

IPL 2021: વિશ્વના ટોપના 5 ફિલ્ડર્સ જેઓએ IPL માં બતાવ્યુ શાનદાર પ્રદર્શન

નવા વર્ષની શરૂઆતનું મહત્વ

5/7
image

1950ના દાયકામાં કેલેન્ડર રિફોર્મ કમિટીએ સર્વે કર્યો હતો.હિન્દુ, બૌદ્ધ અને જૈન તહેવારો સ્થાપવા માટે લગભગ 30 જુદા જુદા કેલેન્ડર્સનો ઉપયોગ થતો હોવાનું તારણ સામે આવ્યું હતું.આ કેલેન્ડર્સ પ્રાચીન રીતરિવાજો અને ખગોળશાસ્ત્રિય પ્રણાલીઓ મુજબ  અને સમાન સિદ્ધાંતોપર આધારિત હોવાનું સામે આવ્યું હતું.જ્યારે ભારતના મુસ્લિમો વહીવટી હેતું માટે ઈસ્લામિક કેલેન્ડરનો ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે ઉપયોગ કરતા હતા.જેથી  કેલેન્ડર રિફોર્મ 1957માં પ્રાચીન અને માળખાગત લ્યુનિસોલર કેલેન્ડરને ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે અંતિમ સ્વરૂપ આપ્યું.

આજે પણ પંચાગે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે

6/7
image

એક જ પ્લેટફોર્મ બનાવવા માટે અનેક પ્રયાસો બાદ આજે પણ ભન્નતા જોવા મળે છે.સરકાર વહીવટી હેતું માટે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે.પરંતુ સ્થાનિક લેવલ પર હજુ પણ વંશિય અને ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ રજાઓ મનાવાય છે.એટલું જ નહીં પણ ધાર્મિક કાર્યો માટે પણ પંચાગને અનુસરવામાં આવે છે.જ્યોતિષીઓ લગ્નની તારીખ નક્કી કરવા અને જન્માક્ષરની મેળવી શુભ મુહૂર્ત કાઢવા માટે પંચાગ (ચંદ્ર કેલેન્ડર પર આધારિત હીન્દુ કેલેન્ડર)નો ઉપયોગ કરે છે.

 

 

OMG! મુખમૈથુન દરમિયાન ઉત્તેજીત મહિલા ગળી ગઈ Condom, પછી થયું કંઇક આવું

ભારતમાં પંચાંગનો ઈતિહાસ

7/7
image

દેશમાં સૌથી વધુ પ્રચલિત વિક્રમ અને શક સંવત છે. તેના પ્રણેતા માલવા અને સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે વિક્રમ સંવત ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્યએ ઉજ્જયનીમાં શકોને પરાજિત કરવાની યાદમાં શરૂ કર્યું હતું. આ સવંત 57 ઈસા પૂર્વે શરૂ થયું હતું. આ ચૈત્ર મહિનાના શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિની સાથે શરૂ થાય છે. સ્વતંત્રતા પછી સરકારે તેમાં થોડા ફેરફાર કરીને તેને રાષ્ટ્રીય સંવતના રૂપમાં અપનાવેલું. રાષ્ટ્રીય સંવતનું નવું વર્ષ 22 માર્ચથી શરૂ થાય છે, જ્યારે લીપ ઈયરમાં આ 21 માર્ચ હોય છે.