રાશિફળ 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, શનિદેવની રહેશે અપાર કૃપા

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

નોકરીયાતોને અધિકારીઓનો સહયોગ મળશે. આજે ખુબ કામ કરવું પડશે. ધનલાભના યોગ છે. રોકાણના પણ યોગ છે. નવુ મકાન ખરીદી શકો છો. અનેક મામલાનો ઉકેલ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. 

વૃષભ

2/12
image

બિઝનેસ સારો ચાલશે. જૂના પૈસા પાછા મળશે. જમીન સંપત્તિના મામલામાં ફાયદો થશે. જૂના અટવાયેલા નાણા પાછા મળશે. કરજની ચૂકવણી થવાની શક્યતા. કાર્યસ્થળ પર સાથીઓનો સહયોગ મળશે.   

મિથુન

3/12
image

બેવડા વિચારોને લઈને કામમાં મન અટવાયા કરશે. નિર્ણય લેવો મુશ્કેલ થશે. વિવાદથી બચો. દુશ્મન હેરાન કરવાની કોશિશ કરશે. નોકરીમાં ફેરફારના યોગ. ખર્ચ થઈ શકે છે. ફાલતુ ખર્ચ વધશે. પેટના રોગથી બચજો. તણાવ રહેશે. 

કર્ક

4/12
image

ભાગ્ય અને સમય તમારી ફેવરમાં રહેશે. આજે કોઈ કામમાં ઉલટફેર થવાથી ફાયદો થશે. જૂના કામોની પતાવટ માટે સારો દિવસ છે. જરૂરી કામો પૂરા થશે. મોટાભાગનો સમય મિત્રો સાથે વિતાવશો. મિત્રોના ઘણા કામ તમારી મદદથી થશે.

સિંહ

5/12
image

કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળશે. નવું કામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ અને સફળતા મળશે. ધનલાભના યોગ છે. દુશ્મનો પર ભારે પડશો. નોકરીમાં પ્રગતિ થશે. કરેલા કામોથી ધનલાભ થશે. જૂના મિત્રોને મળશો. 

કન્યા

6/12
image

કાર્યક્ષેત્રમાં પદોન્નતિના યોગ છે. બિઝનેસમાં ધનલાભના યોગ છે. પ્રેમી કે જીવનસાથી તમારી મોટી તાકાત બનશે. ભાગ્યથી ધનલાભ થશે. પ્રેમમાં સફળતા મળશે. મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થશે. 

તુલા

7/12
image

તમારા સ્વાસ્થ્યમાં ધ્યાન રાખો. વાણી પર સંયમ રાખો તો સારું રહેશે. જાત પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્રમાં કોઈ નવો નિર્ણય ન લો. પાર્ટનર  પ્રત્યે ઉગ્ર થઈ શકો છો. થાક લાગશે. સમય તમારા અનુકૂળ ઓછો જોવા મળશે.   

વૃશ્ચિક

8/12
image

અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. અધિકારીઓ ખુશ રહેશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. રોજબરોજના  કામથી ધનલાભ થશે. કોઈ પસંદગીની વ્યક્તિનો સંપર્ક થઈ શકે છે. ખાણીપીણીમાં ધ્યાન રાખો. 

ધનુ

9/12
image

નીચલા વર્ગના લોકોની મદદ અને ફાયદો મળી શકે છે. બિઝનેસમાં કોઈ નવી યોજના સામે આવશે. જૂનિયર સિનિયર બધા મદદ કરશે. અગાઉ કોઈની મદદ કરી હશે તે અચાનક કામ લાગી શકે છે. પાર્ટનરને ખુશ કરવા માટે ખર્ચ કરશો. 

મકર

10/12
image

બિઝનેસ માટે નાનો મોટો પ્રવાસ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીમાં ઉન્નતિ થશે. અચાનક ધનલાભ થશે. તમારા કામના વખાણ થશે. જીવનસાથી કે પાર્ટનર સાથે વધુ સમય વિતાવશો. ક્યાંક ફરવા જઈ શકો છો. 

કુંભ

11/12
image

નોકરીમાં સારું પ્રદર્શન રહેશે. બિઝનેસમાં ફાયદાના યોગ છે. જૂના મિત્રો જોબ માટે મદદ કરી શકે છે. મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પહેલા કરતા સારો સમય જોવા મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. મનોરંજનમાં સમય પસાર થશે. 

મીન

12/12
image

નોકરી અને બિઝનેસમાં મન ઓછુ લાગશે. કામ ઓછુ થશે અને કન્ફ્યુઝન વધશે. જવાબદારીઓને લઈને સવાલ ઉઠી શકે છે. ચર્ચા થઈ શકે છે. લોકો તમારી મહેનતનો જશ ખાટવા લાગશે. સ્થિતિથી બચવાનો પ્રયત્ન કરો.